Video : A man entered into enclosure of a lion at Delhi Zoo
  • Home
  • Featured
  • દિલ્હીમાં એક યુવકના ખભા પર ચઢી ગયો સિંહ, પછી…Video જોઇ છાતીના પાટિયા બેસી જશે

દિલ્હીમાં એક યુવકના ખભા પર ચઢી ગયો સિંહ, પછી…Video જોઇ છાતીના પાટિયા બેસી જશે

 | 3:18 pm IST

દિલ્હીના પ્રાણીસંગ્રહાલયમાં માનસિક રીતે અસ્થિર યુવક સિંહના પાંજરામાં પહોંચી ગયો હતો. ત્યારબાદ આ યુવકે સિંહ જોડે વાતો કરવા લાગ્યા. જો કે સિંહ પણ અચાનક જ માણસને તેની નજીક આવતો જોઇ થોડીવાર માટે થોભી ગયો હતો. ત્યારબાદ યુવકે તેની સાથે વાતચીત ચાલુ રાખી સિંહને અડવાનો પ્રયાસ કર્યો પરંતુ છેવટે સિંહ યુવકના ખભા પર ચડી ગયો અને ત્યાં એવું લાગ્યું કે કદાચ હવે આ યુવક જીવતો બચશે નહીં. યુવક ઉભો થઇ જાય છે અને સિંહ તેને છોડી દે છે.

જો કે યુવકની ઓળખ 28 વર્ષના રેહાન ખાન તરીકે થઇ છે, જે બિહારનો છે. સિંહના પાંજરામાં આ રીતે સ્ટંટ કરતો જોઇને હાજર લોકોએ બૂમાબૂમ કરી દીધી હતી.

ત્યારબાદ યુવકને પ્રાણી સંગ્રહાલયના સ્ટાફ અને 10 લોકોની મદદથી જીવતો બહાર કાઢવામાં આવ્યો હતો. જો કે નીચેનો વીડિયો જોઇએ તો યુવાનનું આ પરિસ્થિતિમાં જીવતો બહાર આવવું કોઇ ચમત્કારથી ઓછી વાત નથી. ત્યારે વધુ તપાસ કરતા યુવકનું માનસિક સંતુલન ઠીક ન હોવાનું બહાર આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન