ભાવનગર : બજારમાંથી નીકળ્યો ઘાસ ભરેલો ટેમ્પો,અચાનક સળગવા લાગ્યો જુઓ વીડિયો - Sandesh
  • Home
  • Videos
  • ભાવનગર : બજારમાંથી નીકળ્યો ઘાસ ભરેલો ટેમ્પો,અચાનક સળગવા લાગ્યો જુઓ વીડિયો

ભાવનગર : બજારમાંથી નીકળ્યો ઘાસ ભરેલો ટેમ્પો,અચાનક સળગવા લાગ્યો જુઓ વીડિયો

 | 5:05 pm IST

ભાવનગરમાં એક ચોકવનારી ઘટના બની હતી. તળાજાના પસ્વીની બજારમાંથી સળગતો ટેમ્પો નીકળ્યો હતો. ત્યારે ઘાસ ભરેલા ટેમ્પામાં અચાનક જ આગ લાગતા ડ્રાઇવરે સાહસથી ટેમ્પાને દુર ખસેડ્યો હતો. જેથી ઘટનાના પગલે કોઇ જાનહાનિ ન સર્જાય તે માટે ખાસ પગલા લેવામાં આવ્યાં હતાં. જો કે કોઇ કારણોસર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે ટેમ્પો ડ્રાઇવર દ્વારા જાનહાનિ ટાળવામાં આવી હતી.

ભાવનગરના તળાજા અને મહોવા બંને સેન્ટરની વચ્ચે એક પસરી ગામ આવેલું છે ત્યા આ ઘટના બની હતી. સવારના 11.30ના અરસામાં ઘાસ ભરેલા ટેમ્પો જ્યારે બજારની અંદરથી પસાર થઇ રહ્યો તે દરમિયાન અચાનક કોઇ કારણોસર આગ લગી હતી. ત્યારે ઘટનાના પગલે કોઇ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે ટેમ્પો ડ્રાઇવરે સાહસ દાખવ્યો અને ટેમ્પોને બહાર ખસેડ્યો હતો.