Video : Bride-Groom Busy For Wedding Photoshoot, Thief Take Away Bag
  • Home
  • Featured
  • લગ્નમાં ફોટોશૂટમાં વર-કન્યા વ્યસ્ત, ગઠિયો રૂપિયા ભરેલી બેગ લઇ છૂમંતર, Video આવ્યો સામે

લગ્નમાં ફોટોશૂટમાં વર-કન્યા વ્યસ્ત, ગઠિયો રૂપિયા ભરેલી બેગ લઇ છૂમંતર, Video આવ્યો સામે

 | 2:09 pm IST

શિયાળાની શરૂઆત થતા જ લગ્નગાળાની મોસમ હવે જામશે. લગ્નની સીઝન શરૂ થતા જ ચોરી કરતી ગેંગ પણ સક્રિય થઇ ગઇ છે. તમે પણ કોઇ લગ્ન પ્રસંગમાં હાજરી આપવાના હોવ તો આ વીડિયો ખાસ જોજો.

જી હા દિલ્હીમાં એક લગ્નમાં ચોરીઓની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. દિલ્હીના કડકડડૂમા કોર્ટ પાસે આયોજીત એક લગ્ન સમારંભમાં ચોર રૂપિયા ભરેલી બેગ લઇને છૂમંતર થઇ જાય છે. પીડિત પરિવારના મતે બેગમાં અંદાજે પાંચ લાખ રૂપિયા હતા. હવે પોલીસ ચોરની તપાસ કરી રહ્યું છે. આ ચોરીને લઇ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં દેખાય છે કે કેવી રીતે વરરાજા અને દુલ્હન પોતાના કેટલાંક પરિચિત લોકોની સાથે સ્ટેજ પર ફોટો ખેંચાવા માટે ઉભા હોય છે. આ દરમ્યાન પાછળથી એક છોકરો જેની ઉંમર 14થી 15 વર્ષની વચ્ચે લાગી રહી છે, સૂટ-બૂટ પહેરીને આવ્યો છે અને રૂપિયાથી ભરેલી બેગ ઉઠાવીને જતો રહ્યો.

આ કોઇ પહેલી ઘટના બની નથી થોડાંક સમય પહેલાં જ ગુડગાંવ-દિલ્હી એક્સપ્રેસની નજીક એક હોટલમાં લગ્ન સમારંભમાં દુલ્હનના 80 લાખ રૂપિયાની કિંમતના સોના અને હીરાના આભૂષણોથી ભરેલી બેગ ચોરી થઇ ગઇ. કહેવાય છે કે આ ઘટના ગયા શનિવારે રાત્રે હોટલ લીલા એમ્બિયંસમાં બની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન