#Video: CCTV footage of Two Train collision in Hyderabad
  • Home
  • Featured
  • એક જ પાટા પર બે ટ્રેન સામ-સામે ટક્કરાતા ડબ્બા હવામાં ઉછળ્યા, Live Video જોઇ રૂંવાડા અદ્ધર થઇ જશે

એક જ પાટા પર બે ટ્રેન સામ-સામે ટક્કરાતા ડબ્બા હવામાં ઉછળ્યા, Live Video જોઇ રૂંવાડા અદ્ધર થઇ જશે

 | 11:24 am IST

હૈદ્રાબાદના કાચીગુડા રેલવે સ્ટેશન પર સોમવારના રોજ બે ટ્રેન એક જ ટ્રેક પર આવી જતા જબરદસ્ત એક બીજાને સીધે સીધ ટકરાય છે. આ ઘટનામાં એક ટ્રેન ચાલક સહિત 16 લોકો ઘાયલ થયા. ત્યારે હવે અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ખતરનાક મંજર જોઇ તમારા પણ રૂંવાડા અદ્ધર થઇ જશે. રાહતના શ્વાસ લેવા જેવી વાત એ છે કે આટલા મોટો અકસ્માતમાં કોઇને જાનમાલનું નુકસાન થયું નથી.

વીડિયોમાં તમે જોઇ શકો છો કે બે ટ્રેન એક જ પાટા પર આવી ગઇ. પછી શું થયું…આંખના પલકારામાં જ બંને ટ્રેનોની સીધી ટક્કર થાય છે. ટ્રેનના ડબ્બા હવામાં ખૂબ ઉંચી સુધી ઉછળ્યા અને તરત જ લોકો જીવ બચાવા માટે બહાર ભાગવા લાગ્યા. ટક્કરમાં એમએમટીએસ ટ્રેનના છ ડબ્બા અને હંડ્રી એક્સપ્રેસના ત્રણ ડબ્બાને નુકસાન થયુ. 16 લોકો ઘાયલ થયા છે.

કાચીગુડા રેલવે સ્ટેશન પર સોમવારે સવારે 10:41 વાગ્યે લિંગમપલ્લી-ફલકનુમા મલ્ટી મોડલ ટ્રાન્સ પોર્ટ સિસ્ટમ (એમએમટીએસ) ટ્રેન કુર્નુલ – સિકંદરાબાદ રેલવે ઇંટરસિટી એક્સપ્રેસ (17028) સાથે ટકરાઇ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન