Video: Child fell from building on rickshaw passing on road below at Madhyapradesh
  • Home
  • Featured
  • …અને બીજા માળથી રમતા-રમતા બાળક પડ્યું નીચે, પછી…Video જોઇ શ્વાસ અદ્ધર થઇ જશે

…અને બીજા માળથી રમતા-રમતા બાળક પડ્યું નીચે, પછી…Video જોઇ શ્વાસ અદ્ધર થઇ જશે

 | 2:33 pm IST

કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે…આ કહેવત અહીં સો ટકા ચરિતાર્થ થતી જોવા મળે છે. જી હા મધ્યપ્રદેશના ટીકમગઢ જિલ્લાનો એક વીડિયો ખૂબ વાયરલ થયો છે. એક વખત તો આ વીડિયો જોઇ આપણે પણ હેબતાઇ જઇએ એવું દ્રશ્ય દેખાય છે.

જી હા આ વીડિયોમાં એક બાળક ગલીમાંથી પસાર થઇ રહેલ સાઇકલ રિક્ષા પર ધડામ કરતાં ઉપરથી પડે છે. વાત એમ છે કે મકાનના બીજા માળ પર બાળક રમતા-રમતા અચાનક પડી જાય છે. એ સમયે રિક્ષાવાળો ભાઇ ગલીમાંથી પસાર થાય છે અને બાળક રિક્ષાની સીટ પર પડે છે અને જીવ બચી જાય છે.

3 વર્ષના પર્વ જૈનના પિતા આશિષ જૈન કહે છે કે તે અગાસીમાં રમતો હતો અને રમતા-રમચા અચાનક પડી જાય છે. પરંતુ જ્યારે તેનું કિસ્મત કે એ સમયે જ એક રિક્ષાવાળો ત્યાંથી પસાર થયો. આ અમારા માટે ભગવાનનું રૂપ છે. કારણ કે એજ સમયે ત્યાં આવવું અને અમારા બાળકનું પડવું. રિક્ષા પર પડવાથી સંપૂર્ણપણે સ્વસ્થ છે. ડૉકટર્સનું કહેવું છે કે આ બાળકને જરાય ખરોચ આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન