Video: Dayaram Sahu, lawyer from Dindori has been eating glass since last 40-45 years
  • Home
  • Featured
  • ખતરનાક Video: આ ભાઇ જે ખાય છે તે તમે ખાવાની કોશિષ કરશો તો થઇ જશો લોહીલુહાણ

ખતરનાક Video: આ ભાઇ જે ખાય છે તે તમે ખાવાની કોશિષ કરશો તો થઇ જશો લોહીલુહાણ

 | 11:02 am IST

તમે લોઢાના ચણા ચાવવા જેવી કહેવત તો સાંભળી હશે પરંતુ એક શખ્સ છે જે કાચમાંથી બનેલી વસ્તુઓને ચણાની જેમ ચાવી જાય છે. આ મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લાના દાયરામ સાહુ છે. દયારામ સાહુ કાંચમાંથી બનેલી બોટલો, બલ્બ અને બીજી વસ્તુઓ ખૂબ જ આરામથી ખાઇ જાય છે.

વ્યવસાયે વકીલ દયારામ સાહુ છેલ્લાં 40-45 વર્ષથી કાચ ખાઇ રહ્યા છે. પોતાની અનોખી આદત અંગે દયારામ સાહુનું કહેવું છે કે મને કાચ ખાવાનો નશો છે. જો કે આ આદતના લીધે મારા દાંત ખરાબ થઇ ગયા છે. હું બીજા કોઇને આમ કરવાની સલાહ આપીશ નહીં કારણ કે આ શરીર માટે ખૂબ જ ખતરનાક છે. હવે હું પહેલાં કરતાં ઓછો કાચ ખાવા લાગ્યો છું.

દયારામ સાહુની ઉંમર આશરે 60 વર્ષ છે. તેઓ 14-15 વર્ષની ઊંમરથી જ કાચ ખાઇ રહ્યા છે. તેમને પૂછયું કે તેની શરૂઆત કેવી રીતે થઇ તો તેઓએ કહ્યું કે હું કંઇક અલગ કરવા માંગતો હતો. આથી મેં કાચ ખાવાનું શરૂ કર્યું. પરંતુ હેરાનીની વાત એ છે કે દયારામ સાહુને પોતાની આ આદતના લીધે દાંતને બાદ કરતાં બીજી કોઇ જ સમસ્યા થઇ નથી. પહેલાં તેઓ એક જ વારમાં એક કિલોગ્રામ સુધીના કાચ ખાઇ જતા હતા પરંતુ હવે તેમણે દાંતોના લીધે ખાવાના ઓછા કરી દીધા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન