Video: During Live Discussion on Kashmir Issue An Analyst Falls Off His Chair
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: પાક. TV શોમાં કાશ્મીર પર બોલવા જતા નિષ્ણાતની ખુરશી ભાંગી ગઇ, એન્કરની નીકળી જીભ

Video: પાક. TV શોમાં કાશ્મીર પર બોલવા જતા નિષ્ણાતની ખુરશી ભાંગી ગઇ, એન્કરની નીકળી જીભ

 | 12:26 pm IST

પાકિસ્તાની ટીવી ચેનલ પર જમ્મુ-કાશ્મીર અને કલમ 370ને લઇ ચર્ચા ચાલી રહી હતી. લાઇવ ટેલિકાસ્ટ થઇ રહેલા આ શોમાં જેવા પાકિસ્તાની નિષ્ણાતે પોતાની વાત મૂકવાનું શરૂ કર્યું કે તેઓ પોતાની ખુરશી પરથી પડી ગયા. આ જોઇ ટીવી એન્કર પણ વચ્ચે પ્રોગ્રામમાં જીભ કાઢીને એનાલિસ્ટની સામે જોવા લાગ્યા. આ પ્રોગ્રામ લાઇવ ચાલી રહ્યો હતો. આથી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તમે પણ જોઇ શકો છો.

આ વીડિયો જોયા બાદ ટ્વિટર પર લોકો કમેન્ટ કરતાં થોભતા નથી. કોઇએ લખ્યું ચાઇનીઝ ચેર હશે, તો કોઇએ લખ્યું કિસ્તો મેં ગિર રહે હૈ. એવું પહેલી વખત નથી બન્યું કે જ્યારે પાકિસ્તાનમાં લાઇવ ટેલિકાસ્ટ દરમ્યાન કોઇ વાયરલ થયો હોય.

હજુ તાજેતરમાં જ પ્રાઇમ મિનિસ્ટર ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફની મીટિંગનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર છવાયો હતો. પાર્ટીની ફેસબુક લાઇવ ચાલી રહેલી મીટિંગ દરમ્યાન કોઇએ ભૂલથી એક મિનિસ્ટરના માથા પર કૈટ ફિલસ્ટર લગાવી દીધો હતો. આ ફિલ્ટરમાં એક નેતાના માથા પર બિલાડીનો કાન અને ગાલ પર મૂંછો બનાવી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન