Video: Fire breaks out in high rise building in Mumbai
  • Home
  • Featured
  • મુંબઇ: ભીષણ આગમાં જીવ બચાવવા છલાંગ મારતા શખ્સનો હચમચાવતો Video

મુંબઇ: ભીષણ આગમાં જીવ બચાવવા છલાંગ મારતા શખ્સનો હચમચાવતો Video

 | 1:20 pm IST
  • Share

  • મુંબઇમાં 60 માળની બિલ્ડિંગમાં ભીષણ આગ

  • બિલ્ડિંગની 19મા માળે આગથી બચવા માટે લોકો બાલકનીમાં લટકતા દેખાયા

દક્ષિણ મુંબઇના લાલબાગ વિસ્તારમાં એક 60 માળની બિલ્ડિંગમાં 19મા માળે ભીષણ આગ લાગી. આ આગ અવિઘ્ન પાર્ક નામની બિલ્ડિંગમાં લાગી છે. ફાયર બ્રિગેડનાના મતે આ આગ ખૂબ જ ભયંકર છે જેને લેવલ 3 ફાયર કોલ કહેવાય છે. આ આગનો કોલ ફાયર બ્રિગેડને લગભગ 12 વાગ્યાની આસપાસ આવ્યો હતો.

આગની ભીષણતા એ વાત પરથી ખબર પડે છે કે જીવ બચાવા માટે એક સિક્યોરિટી ગાર્ડે બિલ્ડિંગના 19મા માળેથી છલાંગ મારી દીધી. હાલ બિલ્ડિંગની અંદરથી તમામ લોકોને બહાર નીકાળવામાં આવ્યા છે. આગ ઓલવવાનું કામ ફાયર બ્રિગેડ કરી રહી છે. હજી સુધી આગ લાગવાનું કારણ ખબર પડી નથી.


સિક્યોરિટી ગાર્ડનું મોત

મળતી માહિતી પ્રમાણે 19મા માળે લાગેલી આગની ઝપટમાં ઉપરના ફ્લોર પણ આવ્યા છે. આ આગ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. મૃતકનું નામ અરૂણ તિવારી (30 વર્ષ) છે. અરૂણ આ બિલ્ડિંગમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતા હતા. આગમાં ફસાયા બાદ તેમણે 19મા માળથી છલાંગ મારી દીધી હતી. જેમને મુંબઇની કેઇએમ હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો