Video : Ganesh Immersion Boat Accident People Fighting For Life, No Help At Bhopal
  • Home
  • Featured
  • 20 સેકન્ડમાં 11 મોત, જીવ બચાવવા ચિચિયારીને તરફડિયા મારતા ખોફનાક દ્રશ્ય Videoમા કેદ

20 સેકન્ડમાં 11 મોત, જીવ બચાવવા ચિચિયારીને તરફડિયા મારતા ખોફનાક દ્રશ્ય Videoમા કેદ

 | 3:31 pm IST

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી શુક્રવારના રોજ એક દુ:ખદ સમાચાર આવ્યા. અહીં નાના તળાવના ખટલાપુરા ઘાટ પર વહેલી સવારે 4.30 વાગ્યે ગણેશ પ્રતિમાના વિસર્જન દરમ્યાન 11 લોકોના હોડી પલટતા મોત થયા. આ અકસ્માતનો હવે લાઇવ વીડિયો સામે આવ્યો છે જેમાં 20 સેકન્ડમાં આ ખોફનાક મંજર દેખાય છે. વીડિયો જોઇ તમારા રૂંવાડા અદ્ધર થઇ જશે. પ્રતિમા વિસર્જન બાદ અચાનક હાહાકાર મચી જાય છે. જોત જોતામાં લોકો પાણીમાં ડૂબવા લાગે છે. પાણી પર હાથને મારે છે. આસપાસના લોકો બૂમાબૂમ કરીને ચિચિયારીઓ કરવા લાગે છે, કેટલાંક લોકો બચાવા માટે પહોંચે છે પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ચૂકયું હોય છે.

વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે ગણેશની પ્રતિમાને પાણીમાં વિસર્જિત કરતાંની સાથે જ હોડી સંતુલન ગુમાવી બેસે છે અને લોકો પાણીમાં પડવા લાગે છે. નજીકની એક બીજી હોડી પર બેઠેલા વ્યક્તિઓ કોશિષ કરે છે. લોકો મદદ માટે આજીજી કરતા રહ્યા પરંતુ તેમને સમય પર મદદ મળી નહીં. અંદાજે 15 સેકન્ડ બાદ બીજી હોડી પહોંચી પરંતુ ત્યાં સુધીમાં 11 લોકોના પાણીમાં ડૂબવાથી મોત થઇ ગયા. આ દુ:ખદ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

ખટલાપુરા સીટની પાસે મોટી સંખ્યામાં લોકો ગણેશ પ્રતિમા વિસર્જન માટે ઉભા હતા. આ બધાની વચ્ચે અંદાજે 18 લોકો એક હોડી પર ગણેશ પ્રતિમાને લઇ તળાવની અંદર ગયા. તેમણે પ્રતિમાનું વિસર્જન પણ કરી દીધું. મૂર્તિના વિસર્જન બાદ જ્યારે તેઓ ફરીથી ઘાટની તરફ આગળ આવી રહ્યા હતા ત્યારે વચ્ચે આ દુખત ઘટના સર્જાઇ. હોડી પર વધુ લોકો હોવાથી તેઓ અચાનક પલટી ગયા.

હોડી પલટતા તેમાં સવાર લોકો તળાવમાં પડી ગયા અને પોતાનો જીવ બચાવા માટે હાથ-પગ મારવા લાગ્યા. આ બધાની વચ્ચે તેમની પાસે એક હોડી ત્યાં પહોંચી. પાણીમાં ડૂબી રહેલા લોકો તેમાં સવાર થવાની કોશિષ કરવા લાગ્યા. બીજી હોડીને ચલાવી રહેલ નાવિક ભારે ભીડને જોતા પાણીમાં કૂદી ગયો. તમામ લોકો બીજી હોડી પર ચઢવા લાગ્યા. આ દરમ્યાન બીજી હોડી પણ પાણીમાં ડૂબી ગઇ.

પાણીમાં ડૂબી રહેલા લોકો બચાવો-બચાવોની બૂમો પાડી રહ્યા હતા પરંતુ બચાવ દળની હોડીને પહોંચવામાં સમય લાગ્યો અને 11 લોકોને મોતને ભેટી ગયા. આ દરમ્યાન કેટલાંક એવા લોકો પણ હતા જેઓ પાણીમાં તરી શકતા હતા તેમણે અંદર જોઇને લોકોને બચાવાની કોશિષ પણ કરી. ત્રીજી હોડીમાંથી કેટલાંક લોકોની નીકાળી શકાયા. આપને જણાવી દઇએ કે મુખ્યમંત્રી કમલનાથે ઘટનાની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે જે પણ તેની પાછળ દોષિત હશે તેમની વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી થશે.

મધ્યપ્રદેશ સરકારે મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી. મંત્રી પીસી શર્માએ કહ્યું કે આ ઘટના ખૂબ જ નિંદનીય છે. જિલ્લા કલેકટરે મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. ઘટનાની તપાસ કરાશે.

આ વીડિયો પણ જુઓ – ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની જળસપાટી ઘટી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન