Video : GRP personnel rescue a youth dangling from overhead wire
  • Home
  • Featured
  • ખોફનાક Video: વીજળીના તાર પર ચઢી ગયો યુવક, અને પછી…

ખોફનાક Video: વીજળીના તાર પર ચઢી ગયો યુવક, અને પછી…

 | 9:29 am IST

કેટલીય વખત એવી ઘટનાઓ સામે આવે છે કે કોઇ શખ્સ પોતાની અટપટી માંગણીઓને મનાવા માટે વીજળીના થાંભલા પર કે ટેલિફોનના થાંભલા પર ચઢી જાય છે પરંતુ મધ્યપ્રદેશના ડાબરા રેલવે સ્ટેશન પર એક અજીબો ગરીબ ઘટના જોવા મળી, તેનો એક ખોફનાક વીડિયો સામે આવ્યો છે. 20-21 વર્ષનો એક યુવકે રેલવે ટ્રેકની ઉપર IOH વાયર પર ચઢી જાય છે. સારુ હતું કે તે સમયે વાયરમાં કરંટ નહોતો, નહીં તો દ્રશ્ય કંઇક અલગ જ સર્જાયા હોત. ત્યારબાદ મહામહેનતે રેલવે પોલીસની ટીમે તેને નીચે ઉતાર્યો. તેનો વીડિયો સામે આવ્યો છે.

અંદાજે એક કલાકની મહામહેનત બાદ યુવકને ઉતારવામાં આવ્યો તેનો ખોફનાક વીડિયો સામે આવ્યો છે. પોલીસનું કહેવું છે કે આ શખ્સનું માનસિક સંતુલન ઠીક નથી.

ઉલ્લેખનીય છે કે રેલવેના વાયરના લીધે કેટલાંય યુવકોના જીવ પણ જઇ ચૂકયા છે. આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં 15 વર્ષનો એક કિશોર સેલ્ફી લેવા માટે માલગાડી પર ચઢી ગયો હતો અને તારની ઝપટમાં આવીને દાઝી ગયો હતો. બિહારના સહરસામાં એક શખ્સે ટ્રેન પર ચઢીને તારને અડ્યો હતો. ત્યારબાદ જોરદાર બ્લાસ્ટ થયો અને યુવક નીચે પડી ગયો અને હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન