Video : ગુજરાતની કેસર કેરીનો સ્વાદ હવે દક્ષિણ કોરિયાના લોકો માણશે - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : ગુજરાતની કેસર કેરીનો સ્વાદ હવે દક્ષિણ કોરિયાના લોકો માણશે

Video : ગુજરાતની કેસર કેરીનો સ્વાદ હવે દક્ષિણ કોરિયાના લોકો માણશે

 | 6:13 pm IST

ઉનાળો શરૂ થતા રાજ્યમા કેરીઓ જોવા મળી રહી છે. ત્યારે હવે કેરીની મીઠાસ માત્ર ગુજરાત નહી, પરંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળશે. વિદેશમાં રહેતા ભારતીય તો કરીનો સ્વાદ માણતા જ હોય છે પરંતુ હવે વિદેશીઓને પણ કેરીનો ચસકો લાગ્યો છે.

અમેરિકામાં 2007માં કેસર કેરી મોકલવામાં આવી હતી,પરંતુ હવે ઉત્તર કોરિયામાં પણ કેરીનો ચસકો જોવા મળશે. ત્યારે વિદેશીઓને કેરીનો ચસકો લગાવનાર સાવર કુંડલાના મધુભાઇ સવાણી છે. તેને આબાં સાથે અનોખો પ્રેમ છે. જેમના થકી અમેરીકામાં કેરીની નિકાસ થવા લાગી, પરંતુ હવે દક્ષિણ કોરિયામાં કેસર કેરી મહેકી ઉઠશે.

ભારતની કેરી પર દક્ષિણ સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, પરંતુ વાટાઘાટો કરતા દક્ષિણ કોરિયા સરકારે બે પ્રતિની ભારત મોકલ્યા અને સવાણી ફામમાં કેરીની ગુણવતા અને ઓર્ગેનિક તપાસી જેમાં કેસર કેરી પાસ થઇ જતા હવે સવાણી ફામની કેસર કેરી દક્ષિણ કોરિયા જશે એવા અહેવાલ સામે આવ્યાં છે.