કાશ્મીર-હિમાચલ પ્રદેશથી આવ્યા બરફવર્ષાના અદભુત Video, જોઇને ઠંડી ચડી જશે
જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં મોસમની પહેલી બરફ વર્ષા શરૂ થઇ ગઇ છે. પહાડી વિસ્તારો બાદ આજે કાશ્મીરના મેદાની વિસ્તારોમાં ભારે બરફવર્ષા અચાનક જ શરૂ થઇ જતા પ્રશાસન દોડતું થઇ ગયું છે. કાશ્મીરના ગુલમર્ગ અને સોનમર્ગમાં પણ ગઇકાલ રાતથી બરફવર્ષા શરૂ થઇ ગઇ છે. તો બીજીબાજુ હિમાચલ પ્રદેશમાં મનાલી નજીક સોંલગ નાલામાં પણ બરફવર્ષા થઇ છે.
હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં થયેલ બરફવર્ષાના અદ્ભત વીડિયો સામે આવ્યા છે. ગઇકાલથી શરૂ થયેલ બરફવર્ષાને ટુરિસ્ટ જોરદાર એન્જોય કરી રહ્યા છે. શ્રીનગરમાં ગઇકાલ રાતથી અત્યાર સુધીમાં 4 ઇંચ બરફવર્ષા થઇ છે. તો કાશ્મીરના કેટલાંક વિસ્તારોમાં વીજળી સેવા ઠપ થઇ ગઇ છે. કેટલીય જગ્યાએ કંટ્રોલ રૂમ બનાવીને રસ્તો ખોલવા અને લોકો સુધી પહોંચવાનું કામ શરૂ કરાયું છે.
હવામાન વિભાગના મતે 6-8 નવેમ્બરના રોજ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભારે બરફવર્ષા અને વરસાદ પડશે. ઉત્તર ભારતમાં સફેદ ચાદરનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન