#WATCH : "I Love You" : Wife Of Army Major In Emotional Farewell Message
  • Home
  • Featured
  • શહીદ મેજરના પત્નીનો છેલ્લો મેસેજ…IloveU વિભૂ…જય હિન્દ…Video ધ્રુસકેને ધ્રુસકે રડાવી દેશે

શહીદ મેજરના પત્નીનો છેલ્લો મેસેજ…IloveU વિભૂ…જય હિન્દ…Video ધ્રુસકેને ધ્રુસકે રડાવી દેશે

 | 8:49 am IST

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સોમવારના રોજ આતંકીઓની સાથે અથડામણમાં સુરક્ષાબળોના 4 જવાન શહીદ થઇ ગયા જેમાં મેજર વિભૂતિ શંકર ઢૌંડિયાલ પણ સામેલ હતા. મંગળવારના રોજ જ્યારે મેજર ઢૌંડિયાલનો નશ્વર દેહ તેમના ઘરે દેહરાદૂન પહોંચ્યા તો તેમના અંતિમ દર્શન માટે જનસૈલાબ ઉમટી પડ્યું. તેમની પત્ની નિકિતા સહિત પરિવારજનોએ ભીની આંખે મેજરને શ્રદ્ધાંજલિ આપી.

આ સમયે શહીદના પત્ની મેજરના તાબૂતની પાસે ઉભી રહ્યા અને તેમના ચહેરાને હાથથી ચૂમીને તેમને આઇ લવ યૂ કહ્યું. પત્ની નશ્વર દેહની પાસે ઉભા હતા અને તેમના ચહેરાના ભાવ કોઇને પણ રડાવી દે તેવા હતા. 

આ જુઓ વીડિયો : આ રિપોર્ટ જોઇ તમે પણ રડી પડશો

જ્યારે મેજરના અંતિમ સંસ્કાર થઇ રહ્યા હતા ત્યારે તેમના નશ્વર દેહની સામે તેમના પત્ની નિકિતા એ તેમના માટે એક મેસેજ આપ્યો. જેમાં તેને કહ્યું ‘I Love U વિભૂ…અમે બધા તમને પ્રેમ કરીએ છીએ, પરંતુ જે રીતે તમે બધાને પ્રેમ કર્યો છે તે અલગ છે… કારણ કે તમે તમારા લોકો માટે તમારી જિંદગી બલિદાન કરી દીધી. તમે ખૂબ જ બહાદુર ઇન્સાન હતા અને તમને પતિ તરીકે પામીને મને ગર્વ મહેસૂસ થઇ રહ્યો છે. જિંદગીના છેલ્લાં શ્વાસ સુધી હું હંમેશા તમને પ્રેમ કરતી રહીશ. અમે બધા એ વ્યક્તિને સલામ કરીએ છીએ. જય હિન્દ….’

નિકિતા પોતાના આંસુઓને રોકી રાખે છે પરંતુ જ્યારે મેજર વિભૂતિ ઢૌંડિયાલના માતાના રડી રડીને હાલ બેહાલ થઇ ગયા હતા એવામાં નિકિતા તેમને પણ સંભાળી રહી હતી.

આપને જણાવી દઇએ કે ગયા વર્ષે એપ્રિલમાં જ નિકિતા કૌલ અને મેજર વિભૂતિ ઢૌંડિયાલના લગ્ન થયા હતા. સોમવાર સવારે મેજરના પત્ની દિલ્હીમાં પિયર જઇ રહી હતી, ત્યારે ટ્રેનમાં તેને મેજર વિભૂતિના શહીદ થયાના સમાચાર મળ્યા. 55 રાષ્ટ્રીય રાઇફલમાં તૈનાત મેજર ઉત્તરાખંડના દેહરાદૂનના રહેવાસી હતા. એનકાઉન્ટર દરમ્યાન તેઓ આતંકીઓથી ઘેરાયા હતા, ત્યારે ગોળી લાગતા તેઓ શહીદ થયા.

આ વીડિયો અંતિમ સંસ્કાર પહેલાંનો: મેજરના પત્ની નિકાતા તાબૂતને ચૂમી કહી રહ્યા હતા આઇ લવ યુ

પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ આતંકી હુમલા બાદ સુરક્ષાબળો એ પિંગલિના વિસ્તારમાં આતંકીઓની વિરૂદ્ધ ઓપરેશન ચલાવ્યું હતું. તેમાં જવાઓ એ 3 આતંકીઓને ઠાર કરી દીધા. તેમાંથી બે આતંકી CRPFના કાફલા પર હુમલામાં સામેલ હતા. એનકાઉન્ટરમાં મેજર વિભૂતિના હરિયાણામાં રેવાડીના રહેવાસી સિપાહી હરિ સિંહ, રાજસ્થાનના ઝુંઝુનુંના સેવરામ અને મેરઠના અજય કુમાર શહીદ થયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.