Video : IIT Bombay Student Suffers Injury After Getting Hit By Bull
  • Home
  • Featured
  • ફોન પર વાત કરતો યુવક બે આખલાનો બન્યો એવો ભોગ, વીડિયો જોઇ રૂંવાડા અદ્ધર થઇ જશે

ફોન પર વાત કરતો યુવક બે આખલાનો બન્યો એવો ભોગ, વીડિયો જોઇ રૂંવાડા અદ્ધર થઇ જશે

 | 10:10 am IST

મુંબઇમાં એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. અહીં આઇઆઇટી બોમ્બેમાં એક શખ્સ ફોન પર વાત કરી રહ્યો હતો, ત્યારે અચાનક જ બે આખલાની ઝપટમાં આવી જાય છે. આ ઘટનાનો વીડિયો અત્યારે ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે યુવક ફોન પર વાત કરી રહ્યો છે. આ દરમ્યાન બે આખલા ઝડપથી દોડતા આવ્યા અને તેમાંથી એકે સીધો એ યુવકને ટક્કર મારી. યુવક પાસે ઉભેલા બાઇકની સાથે તેને ધડામ કરતા નીચે પછાડ્યો. આસપાસના લોકો તરત જ દોડીને આવી પહોંચ્યા પરંતુ યુવક જોરદાર પડ્યો હતો અને તે ઉભો થઇ શકતો નહોતો.

ત્યારબાદ બીજા લોકોએ આવીને તેને ઉભો કર્યો અને પછી હોસ્પિટલ લઇ ગયા. કહેવાય છે કે પીડિત છોકરાનું નામ અક્ષય છે અને તે કેરળથી બે મહિનાની ઇન્ટર્નશીપ માટે મુંબઇ આવ્યો છે. ઉલ્લેખનીય છેક ે આવી જ ઘટના રાજકોટમાં પણ બની હતી તે ખૂબ વાયરલ થઇ હતી. આખલાએ બે લોકો પર હુમલો કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન