Video: in Endinburgh Zoo The lion cub attacked her mother
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: જાનવરોને પણ કળિયુગ ભરખી ગયો! જન્મ આપનાર સિંહણ પર બાળકોએ જ કર્યો હુમલો?

VIDEO: જાનવરોને પણ કળિયુગ ભરખી ગયો! જન્મ આપનાર સિંહણ પર બાળકોએ જ કર્યો હુમલો?

 | 5:53 pm IST

Scotlandમાં એક Edinburgh Zooનો એક સિંહનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જે જોઈને બધાના ચહેરા પર મુસ્કાન આવી જાય છે. સિંહના એક બચ્ચાએ પોતાની જ માં પર અટેક કરવાની કોશિસ કરી. સિંહનું બાળક ધીરે ધીરે એની માતા પાછળ આવે છે અને અચાનક જ પાછળથી વાર કરે છે.

મા ગભરાઈ જાય છે અને તરત જ ઉભી થઈ જાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાળક શિકાર કરવાની કળા શીખી રહ્યા હતાં. આ વીડિયો સીસીટીવીમાં કેદ થયો છે અને હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો વીડિયો શેર કરીને કોમેન્ટ કરી રહ્યા છે કે જુઓ આ છે કળિયુગ. એક ન્યૂઝ પોર્ટલ પ્રમાણે રોબર્ટા નામની સિંહણને ઓગસ્ટમાં 5 બાળકોને જન્મ આપ્યો હતો કે જેમાંથી 3 બચ્ચાનો જીવ બચી શક્યો છે અને 2નું મોત થયું છે.

આ વીડિયો Edinburgh Zooએ પણ ફેસબુક પેજ પર શેર કર્યો છે. એમાં કેપ્શનમાં લખ્યું કે..બાળકો હોય છતાં જો તમે આરામ કરતા હોય.. સાથે જ #Relatable હેઝટેગ પણ માર્યું હતું. કેટલાય માતા-પિતા આ કેપ્શન સાથે સહેમત છે. આ વીડિયો શુક્રવારે શેર કરવામા આવ્યો હતો. હાલમાં તેના 2 લાખ કરતા પણ વધારે લોકોએ આ વીડિયો જોઈ લીધો છે. તો જુઓ અહીં એ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન