Video: Indian Army Soldiers Celebrate Garba In Chilling Zero Degree Temperature
  • Home
  • Featured
  • સેનાના જવાનોએ ગાત્રો થીજવતી ઠંડીમાં કર્યા ગુજરાતી ગરબા, Video વાયુવેગે વાયરલ

સેનાના જવાનોએ ગાત્રો થીજવતી ઠંડીમાં કર્યા ગુજરાતી ગરબા, Video વાયુવેગે વાયરલ

 | 1:43 pm IST

કેન્દ્રીય મંત્રી ડૉ.જીતેન્દ્ર સિંહે ભારતીય સેનાના જવાનનો ડાન્સ કરતો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો મહાનવમી અને દશેરાને સમર્પિત કર્યો છે. આ વીડિયોમાં ભારતીય સેનાના જવાન બરફવર્ષમાં ગુજરાતી ગરબા રમી રહ્યા છે.

તેમણે લખ્યું કે ભારતીય સેનાના જવાનો પર ગર્વ છે કે તેઓ ઝીરો ડિગ્રી તાપમાનમાં પણ ગરબા કરીને નવરાત્રી મનાવી રહ્યા છે. આ જ ભાવના તો ભારતને અજેય બનાવે છે…કુછ બાત હૈ કે હસ્તી મિટતી નહીં હમારી…

આપને જણાવી દઇએ કે દિવાળી પહેલાં જ દેશના પહાડી ક્ષેત્રોમાં તાજી બરફવર્ષા જોવા મળી રહી છે. હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિ અને કુલ્લુમાં સોમવારના રોજ બરફવર્ષા થઇ. બરફવર્ષાના લીધે રાની નલ્લાહ અને રોહતાંગ પાસની વચ્ચે મનાલી-લેહ હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો.

કેલોંગ અને મનાલી રૂટ પર પણ તમામ બસોને રોકી દેવાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન