NIFTY 10,118.05 -68.55  |  SENSEX 32,760.44 +-181.43  |  USD 65.2100 -0.21
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • Video: 1000 ફૂટ પરથી ફેંક્યો iPhone X, જુઓ પછી શું થયું

Video: 1000 ફૂટ પરથી ફેંક્યો iPhone X, જુઓ પછી શું થયું

 | 5:10 pm IST

એપલના iPhone Xની ભારતમાં એન્ટ્રી થયાને થોડાક જ દિવસો થયા છે અને અત્યાર સુધીમાં તેના ઘણા બધા ડ્રોપ ટેસ્ટ સામે આવી ચૂક્યા છે. યુટ્યૂબ ચેનલ unlockriver.comએ આ ફોનને 1000 ફૂટથી ફેંક્યો અને પરિણામ રેકોર્ડ કર્યું.

આ વીડિયોને યુટ્યૂબરે એક્સ્ટ્રીમ ડ્રોપ ટેસ્ટનું નામ આપ્યું છે. વીડિયોમાં એક નવો આઈફોન X અનબોક્સ કરી તેને ડ્રોન સાથે બાંધી દીધો. આ ડ્રોન 1000 ફૂટ ઉપર ગયું અને ત્યાંથી કોન્ક્રીટના ફર્સ પર ફોનને ફેંક્યો. એપલના આ સૌથી મોંઘા ફોનના બેક પર નુકસાનને સ્પષ્ટ જોઈ શકાતું હતું. ફર્શ પર પડ્યા બાદ iPhone Xના ડિસ્પ્લે પર ઘસરકો સુદ્ધાં જોવા મળ્યો ન હતો, પરંતુ બેક પેનલ તૂટી ગઈ હતી.

યુટ્યૂબરે ફોનને ઓપરેટ પણ કરી બતાવ્યો. ફોનનો કેમેરો પણ ચાલી રહ્યો હતો અને બાકી ફંક્શન પણ સલામત હતા. iPhone X બેક પેનલ તરફ પડ્યો, પરંતુ જે ઉંચાઈથી એ પડ્યો હતો, તેનો પ્રભાવ ફ્રંટ પર પણ પડી શકતો હતો કે ફોનના અંદરના પાર્ટસ પણ તૂટી કે હલી શકતા હતા. પરંતુ એવું કંઈ ન થયું. તૂટેલા બેકમાંથી અંદરના પાર્ટસ પણ જોઈ શકાય હતા.

વીડિયોમાં હોસ્ટે દાવો કર્યો કે iPhone X બાકી આઈફોન્સથી વધુ મજબૂત છે. જો આ ફોન સ્ક્રીનની તરફ પડ્યો હોત તો પણ તેના પર આવી જ અસર થાત.

તે ઉપરાંત EverythingAppleProના એક ડ્રોપ ટેસ્ટ વીડિયોમાં પણ ફોનને કિનારીઓ તરફથી, બેક તરફથી અને ફ્રંટ તરફથી ફેંકીને જોવામાં આવ્યો. આશ્ચર્યજનક રીતે ફોનના ડિસ્પ્લેને કોઈ નુકસાન નહોંતું થયું.