જુનાગઢના ઘેડ પથંકના લોકો પીવાના પાણીમાટે મારે છે વલખા, જુઓ વીડિયો - Sandesh
  • Home
  • Videos
  • જુનાગઢના ઘેડ પથંકના લોકો પીવાના પાણીમાટે મારે છે વલખા, જુઓ વીડિયો

જુનાગઢના ઘેડ પથંકના લોકો પીવાના પાણીમાટે મારે છે વલખા, જુઓ વીડિયો

 | 5:17 pm IST

ઉનાળાની શરૂઆત થતા જ જુનાગઢમાં પાણીનો પોકાર સર્જાયો હતો. જુનાગઢના ઘેડ વિસ્તારમાં પાણીની સમસ્યા જોવા મળી હતી. ડેમ હોવા છતા અહીના લોકો પીવાના પાણીમાટે તરસી રહ્યાં છે. ત્યારે છેલ્લા ચાર વર્ષોથી 15 ગામમાં આજ પરિસ્થિતિ છે. ત્યારે ગામની મહિલાઓને દુર-દુર સુધી પાણીમાટે જવું પડે છે. ઘેડ પંથકમાં પાણીની સમસ્યા હોવા છતા તંત્ર દ્વારા કોઇ જ પગલા લેવામાં નથી આવી રહ્યાં. ત્યારે ચોમાસામાં અહી જળબબાકાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે જ્યારે ઉનાળામાં લોકો પાણીના એક-એક બુંદમાટે તરસી રહ્યાં છે. ત્યારે આ વિસ્તારમાં અમીપુર સિંચાઇ યોજના પણ આવેલી છે. 70ના દાયકામાં બનાવવામાં આવેલા આ ડેમ કેચમેટ એરીયા 22 ચોરસ કિલો મીટરમાં છે, પરંતુ ડેમની હાલત જર્જરીત હોવાથી પાણીનો સગ્રહ થતો નથી. ત્યારે ખેડુતોએ તંત્રને અનેકવાર રજૂઆત કરી, પરંતુ પરિસ્થિતિ એને એજ જોવા મળી રહી છે.