VIRAL VIDEO : ઘરનો દરવાજો ખોલતા જ જોવા મળ્યા 6 સિંહ, થોડીવાર માટે ધબકારા બંધ કરી દેશે આ વીડિયો
એક મિનીટ માટે વિચારો કે, સવારમાં તમે હજૂ ઉઠ્યા જ હોવ અને ઘરનો દરવાજો ખોલતા જ સામે તમને એક નહીં પણ 6-6 સિંહ (Lion) જોવા મળે તો તમારી શું હાલત થાય ? જો કે આ એક સત્ય ઘટના છે. જે દક્ષિણ આફ્રિકા (South Africa)માં આવેલા હાઈડસ્પ્રૂટ વિસ્તારમાં ડેવિડ ડી બીઅર અને તેની પત્ની મરિસ્કા જેવા સવારે ઉઠ્યા કે તેમને દરવાજા પર ઉભે ઉભા ફાડી ખાય એવા 6 સિંહ (Lion) બેઠેલા જોવા મળ્યા હતા. આ સિંહ (Lion) તેમના ઘરની બહાર આરામ કરી રહ્યા હતા. આ સિંહને જોઈને ડેવિડ અને તેની પત્ની મરિસ્કાના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ આ VIDEO..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન