Video: લાઇવ રિપોર્ટિગ કરી રહેલી મહિલા પત્રકારની થઇ છેડતી ને પછી થયું જોવા જેવું - Sandesh
NIFTY 10,637.00 +13.40  |  SENSEX 34,443.19 +90.40  |  USD 63.7075 +0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • Video: લાઇવ રિપોર્ટિગ કરી રહેલી મહિલા પત્રકારની થઇ છેડતી ને પછી થયું જોવા જેવું

Video: લાઇવ રિપોર્ટિગ કરી રહેલી મહિલા પત્રકારની થઇ છેડતી ને પછી થયું જોવા જેવું

 | 8:42 pm IST

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં મહિલા પત્રકારની છેડતીની ઘટના પોલીસ ચોપડે નોંધાય છે. રિપોર્ટર નવા વર્ષની ઉજવણીનું રિપોર્ટિગ કરી રહી હતી ત્યારે ભીડમાંથી કોઇ શખ્સે તેની બેક પર હાથ માર્યો. આ સમયે મહિલા રિપોર્ટરે તરત જ પાછળ ફરીને આ શખ્સને થપ્પડ મારી દીધી.

આવી ગંદી છેડછાડ કરતા શખ્સે વળતો પ્રહાર કર્યો અને રિપોર્ટરના માથે મારીને નાસી ગયો હતો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થતા રિપોર્ટરે આ વીડિયો પોતાના ફેસબુક પર શેર કર્યો હતો.

જે વીડિયો રિપોર્ટરે શેર કર્યો છે તેમાં જે શખ્સનો ચહેરો સ્પષ્ટ દેખાઇ રહ્યો છે. આવી ઘટના બનવા છતા રિપોર્ટરે પોતાનું રિપોર્ટિગ ચાલુ રાખ્યું હતું. આ મુદ્દે રિપોર્ટરે કહ્યું હતું કે, જો હું મારી ડયૂટી ના કરત તો લોકો ટોણો મારત કે, આટલી ભીડવાળી જગ્યાએ મહિલાઓએ ન જવું જોઇએ.

રિપોર્ટરે આ શખ્સને ઝડપી લેવા માટે પોલીસ સમક્ષ માગ કરી છે. આ પહેલાં એક ટીવી ચેનલની એન્કરે પોતાની સાથે થયેલી છેડછાડ અંગે વાત કહી હતી. આ એન્કર જ્યારે રિપોર્ટિગ કરી રહી હતી ત્યારે તેણે કહ્યું હતું કે, સમય બદલાઇ રહ્યો છે પણ લોકોની માનસિકતા બદલાતી નથી.