Video: Massive Fire broke out in Takshila Complex in Sarthana, Surat
  • Home
  • Videos
  • Featured Videos
  • સુરતઃ કોમ્પલેક્ષમાં આગ લાગતાં વિદ્યાર્થીઓએ ત્રીજા માળેથી છલાંગ લગાવી

સુરતઃ કોમ્પલેક્ષમાં આગ લાગતાં વિદ્યાર્થીઓએ ત્રીજા માળેથી છલાંગ લગાવી

 | 5:51 pm IST

સુરતમાં ફરી એકવાર ભીષણ આગની ઘટના સામે આવી છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલાં તક્ષશિલા આર્કેટ એપાર્ટમેન્ટના બીજા માળે ભીષણ આગ લાગી હતી. આ ભયંકર આગમાં અનેક વ્યક્તિઓ ફસાયા હતા. આગની જાણ થતાં જ તાત્કાલિક ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી. 18 ફાઈર ફાઈટરના કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને આગમાં ફસાયેલાં લોકોને બહાર કાઢવા માટે કવાયત હાથ ધરી હતી.

કોમ્પલેક્ષમાં લાગેલી આ ભયાનક આગમાં 13થી વધુ લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે રેસ્ક્યુ કરાયેલાં લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં કલેક્ટર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જે બિલ્ડિંગમાં આગ લાગી છે તે, બિલ્ડિંગમાં ટ્યુશન ક્લાસ ચાલતાં હોવાની વિગત સામે આવી છે. અગાઉ પણ સુરતના વેસુના કોમ્પેલેક્ષમાં આગ લાગતાં ટ્યુશનના અનેક વિદ્યાર્થીઓ ફસાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન