Video of 18 year old Ram Gadhvi singing on Ganthia goes viral
  • Home
  • Featured
  • ગાંઠિયા પર સપાખરું ગાઈને રાજભા ગઢવી જેવી જ મોજ કરાવતો રામ ગઢવી, વીડિયો ધડાધડ વાયરલ

ગાંઠિયા પર સપાખરું ગાઈને રાજભા ગઢવી જેવી જ મોજ કરાવતો રામ ગઢવી, વીડિયો ધડાધડ વાયરલ

 | 6:07 pm IST

રાજભા ગઢવી સપાખરું ગાતા હોય અને જે મોજ પડે કંઈક એવી જ મોજ આ યુવાનના વીડિયોમાં તમને પડવાની છે. માત્ર 17 વર્ષનો આ યુવાન એવી અજબની કળા ધરાવે છે કે માણસો જોતાં રહી જાય છે. આપણે ત્યાં એવી કહેવત છે કે કળા એ કુદરતની દૈન છે, અને આ યુવાન પર કુદરતે આ દૈન બન્ને હાથે વરસાવી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે બાળકને પોતાના ભણવાના અભ્યાસ ક્રમો યાદ રાખવામાં પણ જ્યારે ફાફાં પડતાં હોય ત્યારે આ 17 વર્ષના યુવાને આખું સપાખરું યાદ રાખી લીધું છે.

હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ યુવાનનું નામ છે રામ ટાપરિયા. તેનું વતન રાજકોટ જિલ્લાનું પ્રાહલા ગામ છે. પોતે એક ગઢવી છે અને તેનું ચારણી સાહિત્ય આ ઉંમરે જ એટલું પાવરફુલ છે કે બધાને અંચબામાં મુકી દે છે. તેનો તાજેતરનો જ દાખલો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વીડિયો છે. તેણે હાલમાં જ ધોરણ 12 પુરુ કર્યું છે. સપાખરા સિવાય રામને  ઘણું બધું સાહિત્ય આવડે છે અને તે અવારનવાર ગાતો રહે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો રામ ગાંઠિયા અને ચટણી સાથે કોઈ દુકાનમાં બેઠો છે. ત્યારે જ કોઈએ ગાંઠિયા પર સપાખરું ગાવાનું નક્કી કર્યું અને લલકારી દીધું. ત્યારે વીડિયો રેકોર્ડ કર્યો અને હવે તો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જ્યારે Sandesh.comએ આ યુવાન સાથે વાત કરી ત્યારે તેણે જણાવ્યું હતું કે તેને આ સપાખરું સોશિયલ મીડિયામાંથી લખેલું મળ્યું હતું અને પછી યાદ રાખી લીધું છે. આવા અઘરા અઘરા શબ્દો પણ યુવાનને ફટાફટ યાદ રહી જાય છે. તો જુઓ આ યુવાનનો વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન