VIDEO: Police driving without a seat belt and people kept the car block
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: બીજાને સીટ બેલ્ટ બાંધવાનું કહી પોતે એમનેમ ગાડી ચલાવતા પોલીસનો વારો પડી ગયો

VIDEO: બીજાને સીટ બેલ્ટ બાંધવાનું કહી પોતે એમનેમ ગાડી ચલાવતા પોલીસનો વારો પડી ગયો

 | 4:49 pm IST

ટ્રાફિકનાં નિયમો આવ્યા બાદ દેશભરમાં લોકો નવા નવા વીડિયો અપલોડ કરે છે. કોઈ કોમેડી વીડિયો શેર કરે છે તો કોઈ જાણવા જેવા વીડિયો. પરંતુ હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં પોલીસનો ઉધડો લેવાતો દેખાઈ રહ્યો છે અને જનતાનો મોટો કાફલો પોલીસની જીપને ઘેરાઈને ઉભો છે.

આ વીડિયો છે રાંચીનો. એક ચોક આગળ પોલીસની જીપ નીકળી અને ખુદ પોલીસે જ સીટ બેલ્ટ બાંધેલો ન હતો અને જનતા જોઈ ગઈ. જનતાએ રસ્તા વચ્ચે જ પોલીસની જીપ ઉભી રખાવી અને બધાએ પોલીસને ઘેરી લીધી. સવાલો કર્યા કે શા માટે સીટ બેલ્ટ નથી બાંધ્યો અને પોલીસ થઈને તમે જ જો ટ્રાફિકના નિયમોનુ કે પછી કોઈ પણ નિયમોનું ઉલ્લઘંન કરશો તો કેવી રીતે ચાલશે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે લોકોનો એક કાફલો પોલીસની જીપને ઘેરાઈને ઉભો છે અને ગાડીને આગળ વધવા નથી દેતો. બધા બુમો પાડી રહ્યા છે અને પોલીસનો વિરોધ કરી રહ્યાં છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન