હોસ્પિટલની ખરાબ છબીને તોડનાર આ વીડિયો ખૂબ વાયરલ થયો, સિવિલ હોસ્પિટલનો સ્ટાફ દર્દી સાથે…
કોરોનાનો કહેર દિવસે અને દિવસે વધતો જાય છે. ત્યારે લોકોમાં હવે એટલો ડર પણ રહ્યો નથી, કારણ કે સામે રિકવરી રેટ પણ એટલો જ સારો છે. હાલમાં સિવિલ હોસ્પિટલનો એક વીડિયો વાયરલ થયો છે જેના કારણે લોકોનું મનોબળ વધી રહ્યું છે. કહેવાય છે કે, આત્મવિશ્વાસ હોય તો કોઈ મુસીબત વાળ વાંકો ન કરી શકે. કોરોનાના દર્દીઓએ આ કહેવતને સાચી સાબિત કરી બતાવી છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના ગરબાનો એક વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. દર્દીઓ સાથે નર્સિંગ સ્ટાફ પણ ગરબાના તાલે ઝૂમ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના અત્યાર સુધીમાં નેગેટિવ સામાચાર સાંભળ્યા હશે. એ જ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓનો આત્મવિશ્વાસ વધે તે માટે સ્ટાફ અલગ અલગ પ્રકારે કામ પણ કરી રહ્યા છે. જુઓ આ સરસ વીડિયો….
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન