Video of a woman Making a mask only use one thread goes viral
  • Home
  • Featured
  • VIDEO: કોઈ જ ખરચો નહીં અને ઘરે બેઠા બની જશે માસ્ક, આ બહેનની રીતને લોકોએ વધાવી લીધી

VIDEO: કોઈ જ ખરચો નહીં અને ઘરે બેઠા બની જશે માસ્ક, આ બહેનની રીતને લોકોએ વધાવી લીધી

 | 4:34 pm IST

હાલમાં કોરોનાનો કહેર સમગ્ર વિશ્વમાં ચાલી રહ્યો છે અને જેના કારણે લોકોને સાવચેતી રાખવી ફરજિયાત છે. જો તમારી કોઈ ચૂક હશે તો તમને પણ કોરોના થતાં વાર નહીં લાગે. એમાં એક ખુબ જ જરૂરી પગલું એટલે કે માસ્ક પહેરવું. આમ તો માસ્કની અછત નથી. છતાં ઘણી જનતાને એવો પ્રશ્ન હોય કે માસ્ક નથી મળતા કે પછી આર્થિક તંગીની સમસ્યા વચ્ચે આવે છે. તો આવા લોકો માટે આ બહેને એક સરસ ઉપાય લઈને આવ્યા છે.

માત્ર દોરીની મદદથી કઈ રીતે માસ્ક બનાવવું એ આ વીડિયોમાં બહેન શીખવાડી રહ્યા છે. કોઈ જ અઘરું કામ નહીઁ અને દરેકને પરવડે એવું.. તો આ વીડિયો હાલમાં ઈન્ટરનેટ પર ભારે વાયરલ થઈ રહ્યો છે. લોકો આ બહેનના કૌવતને સલામ કરી રહ્યા છે અને વીડિયો શેર કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન