Video of abuse of Corona patient's corpse, body thrown into pit while burial
  • Home
  • Videos
  • Featured Videos
  • કોરોના દર્દીના શબ સાથે કેટલી હદે ગેરવર્તન કરાય છે તેવો રૂવાંટા ઉભા કરતો Video વાયરલ, દ્રશ્યો જોઇ આંખમાં…

કોરોના દર્દીના શબ સાથે કેટલી હદે ગેરવર્તન કરાય છે તેવો રૂવાંટા ઉભા કરતો Video વાયરલ, દ્રશ્યો જોઇ આંખમાં…

 | 11:04 am IST

કોરોના મહામારી વચ્ચે સોશિયલ મીડિયામાં એવા ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેણે જોઈને આ કળિયુગી દુનિયામાં હવે માનવતા મરી પરવારી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હાલ એક સોશિયલ મીડિયામાં કોરોનાના દર્દીના મૃતદેહ સાથે કેટલી હદે બર્બરતા અને ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે, તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દર્દીના શબ સાથે ગેરવર્તન કરાઈ રહ્યું છે. જ્યારે આ વીડિયોની સચ્ચાઈ વિશે જાણવાની કોશિશ કરી તો આ વીડિયો કર્ણાટકના બેલ્લારીનો હોવાનું સામે આવ્યું છે.

કર્ણાટકના બેલ્લારીથી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો કોરોનાના દર્દીના શબ સાથેનો વીડિયો આજની પરિસ્થિતિનો આભાસ કરાવે છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મૃતદેહને દફનાવતી વખતે કોરોના વોરિયર્સની ટીમ પીપીટી કિટ પહેરી હોવા છતાં લાશને ખાડામાં છૂટાહાથે ફેંકે છે. આ વીડિયો સામે આવ્યા બાદ કોંગ્રેસ અને જેડીએસએ ભાજપ સરકારની ટીકા કરી છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એક એમ્બ્યુલન્સમાંથી એક-બાદ એક શબ બહાર કઢાવામાં આવી રહ્યા છે અને કોરોના દર્દીઓને દફનાવવા માટે જે ખાડા ખોદવામાં આવ્યા છે, તેમાં છૂટા હાથે મૃતદેહોને બેરહેમથી ખાડામાં ફેંકવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન