Video of an unconscious person goes viral on social media
  • Home
  • Featured
  • VIDEO: દારૂ પીને ટલ્લી થયેલા શખ્સને કૂતરું ચાટવા લાગ્યું, તો ગર્લફ્રેન્ડ સમજીને બાહોમાં લઈ લીધું

VIDEO: દારૂ પીને ટલ્લી થયેલા શખ્સને કૂતરું ચાટવા લાગ્યું, તો ગર્લફ્રેન્ડ સમજીને બાહોમાં લઈ લીધું

 | 9:48 pm IST

કહેવાય છે કે નશો એક એવી વસ્તુ છે કે જે લોકોને ચડી જાય પછી ભાનમાં નથી રહેવાતું. એ પછી દારુનો હોય કે પ્રેમનો. હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે એમાં કંઈક એવું જ જોવા મળ્યું છે. એક શખ્સ દારૂ પીને ટલ્લી થઈને રસ્તા પર પડ્યો હતો. તેને કોઈ જ પ્રકારનું ભાન ન્હોતું. ત્યારે જ એક કૂતરું આવ્યું અને જોવા જેવી ઘટના બની. ત્યારબાદ જે થયું લોકોએ જોઈને ભારે મજા લીધી.

વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તાની એક બાજુ એક શખ્સ દારૂ પીને ટલ્લી થઈને પડ્યો છે. ત્યારે જ એક કૂતરું આવે છે અને એને ચાંટવા લાગે છે. થોડીવાર તો એ શખ્સનું કોઈ જ રિએક્શન આવતું નથી. પરંતુ પછી જાણે કોઈ છોકરીને તેને સ્પર્શ કરી રહી હોય એમ બાહોમાં લઈ લે છે. આ વીડિયો જોઈને લોકોએ ભારે મજા લીધી અને હાલમાં સોશિયલ મીડિયામાં આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન