ક્રિસ ગેઇલ બની ગયો સની લિયોન! દિવસનો સૌથી વધુ ટાઇમવસૂલ વીડિયો - Sandesh
NIFTY 10,526.20 -22.50  |  SENSEX 34,331.68 +-63.38  |  USD 65.6600 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ક્રિસ ગેઇલ બની ગયો સની લિયોન! દિવસનો સૌથી વધુ ટાઇમવસૂલ વીડિયો

ક્રિસ ગેઇલ બની ગયો સની લિયોન! દિવસનો સૌથી વધુ ટાઇમવસૂલ વીડિયો

 | 4:03 pm IST

હાલમાં વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર ક્રિસ ગેઇલે બોલિવૂડજ સ્ટાર સની લિયોન પર ફિલ્માવવામાં આવેલા ગીત લૈલા પર ડાન્સ કરી એનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો જેને ચાહકોએ બહુ પસંદ કર્યો છે. સફેદ સૂટમાં સજ્જ ગેઇલ ગ્રીન રૂમમાં મસ્તી કરી રહ્યો છે અને તેનો આ વીડિયો સુપરક્યુટ છે.

રંગીન મિઝાજ બાબતે એક આત્મકથામાં ક્રિસ ગેઈલે ખુલાસો કર્યો હતો કે 2005માં દિલની બીમારી બાદ બહુમૂલ્ય જિંદગીની કિંમત સમજાઈ અને હું મન ભરીને જીવન માણવા લાગ્યો છું. ગેઇલ કહે છે કે 2005માં હાર્ટના ઑપરેશને તેની જિંદગી બદલી નાખી હતી અને મૂલ્યવાન જિંદગીની કિંમત સમજાતાં મન ભરીને માણવા લાગ્યો હતો.

2005ના ઓપરેશનને યાદ કરતાં ગેઇલે કહ્યું હતું કે, “ઑસ્ટ્રેલિયાની પ્રવાસ દરમિયાન મને હૃદયમાં કાણું હોવાનું જણાયું હતું અને તાત્કાલિક ઑપરેશન કરવું પડ્યું હતું. આ વાતની અમુક લોકોને જાણ હતી. મારાં માતા-પિતાને પણ આ બીમારી વિશે મેં ઑપરેશન બાદ જાણ કરી હતી”.