અંધારી રાત્રે લથડિયા ખાતી કારનો થયો ભયંકર અકસ્માત, જોઈ લો ફિલ્મી સીન જેવો જ વીડિયો
એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમને પણ કોઈ ફિલ્મનું સીન યાદ આવી જશે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોના ફૂટેજ એકદમ આશ્ચર્યજનક છે. આ વીડિયોમાં, એક કાર બર્ફીલા રસ્તા પર અંધારામાં ખૂબ જ ઝડપથી ચાલી રહી છે, આગળ ગયા પછી, તે કાર સતત લથડિયા ખાતી જોવા મળી રહી છે. ત્યારે તમને એમ જ લાગે કે જાણે કોઈ ફિલ્મનું સીન હોય. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
નેબ્રાસ્કા રાજ્ય પેટ્રોલે(Nebraska State Patrol) મંગળવારે આ અકસ્માતનાં ફૂટેજ શેર કર્યા છે સાથે જ ડ્રાઇવરોને સીટ બેલ્ટ પહેરવાની અને હિમાચ્છાદિત રસ્તાઓ પર કાળજીપૂર્વક વાહન ચલાવવા આગ્રહ કર્યો છે. ટ્વિટમાં લખ્યું છે કે, “થોડી માત્રામાં ઠંડી પણ રસ્તા પર સમસ્યા ઉભી કરી શકે છે … વાહન પરના લોકોએ પોતાનો સીટ બેલ્ટ પહેર્યો હો અને કોઈને ઈજા પહોંચી નથી.. ત્યારે હવે આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. તો જુઓ અહીં આ વીડિયો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન