Video Of Indian Army's Operation In Pakistan Occupied Kashmir
  • Home
  • Featured
  • ભારતીય સેનાનું પરાક્રમ – PoKમાં ઉડાવ્યા આતંકવાદી કેમ્પો, વિડીયોમાં જુઓ તબાહી

ભારતીય સેનાનું પરાક્રમ – PoKમાં ઉડાવ્યા આતંકવાદી કેમ્પો, વિડીયોમાં જુઓ તબાહી

 | 10:55 pm IST

જમ્મુ-કાશ્મીરનાં તંગધાર સેક્ટરમાં બે ભારતીય જવાનોની શહાદતનો બદલો ભારતે લઇ લીધો છે. ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલા આતંકવાદીઓનાં કેમ્પો તબાહ કરી દીધા છે. સેનાધ્યક્ષ બિપિન રાવતે જણાવ્યું કે, “ભારતીય સેનાએ 6થી 10 પાકિસ્તાની સૈનિકો અને લગભગ આટલી જ સંખ્યામાં આતંકવાદીઓને ઠાર કર્યા છે.”

ભારતીય સેનાનાં પરાક્રમની તસવીરો પણ સામે આવી છે. ભારતીય સેનાની આ કાર્યવાહીમાં આતંકવાદી ઠેકાણાઓને ભારે નુકસાન પહોંચ્યું છે. આ કાર્યવાહીમાં પીઓકેમાં પાકિસ્તાનનાં ત્રણ મોટા આતંકવાદી ઠેકાણાઓ નષ્ટ થયા છે. ત્રણેય લોન્ચ પૈડ પર ભારે સંખ્યામાં આતંકવાદીઓ હોવાના સટીક પુરાવા મળ્યા બાદ ભારતીય સેનાએ પ્રહાર કર્યો હતો. જે ઠેકાણાઓને ભારતીય સેનાએ નિશાન બનાવ્યા તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન