Video of Kim Kardersian's bathroom viral, without basin sync
  • Home
  • Featured
  • કિમ કાર્દશિયનના બાથરૂમનો વીડિયો વાયરલ, જોઇને મોંમાથી નીકળી જશે વાહ!

કિમ કાર્દશિયનના બાથરૂમનો વીડિયો વાયરલ, જોઇને મોંમાથી નીકળી જશે વાહ!

 | 11:32 am IST

આધુનિક યુગમાં વસ્તુઓ ઘણી ઝડપથી બદલાઇ રહી છે અને આરામદાયક થતી જઇ રહી છે. ટેકનોલોજી તેમનું કામ કરી રહી છે. ક્યારેક તો એવું લાગે છે કે આપણી આંખની સામે કોઇ જાદુ ચાલી રહ્યો છે. પરંતુ તે જાદુ નથી બસ તે ટેકનોલોજીનો કમાલ છે. એવોજ એક કમાલ અમેરિકન ટીવી અભિનેત્રી કિમ કાર્દશિયનાએ શેર કર્યો છે. કિમ કાર્દિશિયનના આલીશાન બાથરૂમનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તે તેના સિંકની ડિઝાઇન બતાવી રહ્યો છે. પરંતુ આ સિંકની ખાસ વાત છે કે તેમા બેસિન જ નથી. તે એક મિનિમેલિસ્ટ સિંક છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક મોટું બાથરૂમ નજરે પડી રહ્યું છે. બાથરૂમની સામેનો વ્યૂમાં લીલોતરી જોવા મળી રહ્યો છે. આકર્ષક બાથટબ અને શૉવર સિવાય તેની ભવ્યતા જોવા મળે છે. પરંતુ વીડિયોની સૌથી રસપ્રદ વાત એ છે કે બાથરૂમમાં શિંક તો છે પરંતુ બેસિન વગરનો છે. જ્યારથી લોકોએ આ વીડિયો જોયો તો લોકો હેરાન થઇ ગયા અને બેસિન વગરનું આ સિંક અંગે જાણવા ઇચ્છુક છે. ઘણા લોકો તેની પર સવાલ પૂછી રહ્યા છે તો કેટલાક લોકો માટે તે મજેદાર વિષય બની ગયો છે. લોકો તેમા પોતાના અનુમાન લગાવી રહ્યો છે અને અનોખી ટેકનોલોજીનો આનંદ લઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન