VIDEO: રોટલીના લોટથી બાહુબલી બનવા ગયો આ નવાબ, માતાએ જોરથી એક ઉંધા હાથની દીધી
હાલમાં એક માતાનો અને બાળકનો વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. બાહુબલી ફિલ્મ દરેકના હોઠ પર ચર્ચાઈ રહ્યું છે. ત્યારે તેના જ એક સીનની એક્શન કરવા માટે બાળકે વિચાર્યું. પરંતુ એ ભૂલી ગયો કે પોતે પ્રભાસ નથી અને સામે મમ્મી છે. મમ્મીની સામે રોટલીના લોટથી આ ટેણિંયાએ એક્શન તો કરી લીધી, પરંતુ ત્યારબાદ એવી ધોલાઈ થઈ કે વાત ન પૂછો.
માતાએ એક ઉંધા હાથની થપ્પડ નાંખી અને બાહુબલી છાનોમાનો થઈ ગયો. ઈન્સ્ટા પર આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. પરંતુ હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે. લોકો આ બાળકને જોઈ ભારે મોજ લઈ રહ્યા છે. તો તમે પણ જુઓ અહીં આ વીડિયો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન