Video Of Musical Guruji Got Viral Kumar Vishwas Big b Become Fan
  • Home
  • Videos
  • જોરદાર વાયરલ થઇ રહ્યો છે આ ‘શિક્ષક ગુરુ’નો Video, કુમાર વિશ્વાસે પણ કરી પ્રશંસા

જોરદાર વાયરલ થઇ રહ્યો છે આ ‘શિક્ષક ગુરુ’નો Video, કુમાર વિશ્વાસે પણ કરી પ્રશંસા

 | 7:44 pm IST

આજકાલ ટેક્નોલોજીના વિકાસ થવાના કારણે ભારત સહિત આખા વિશ્વમાં નવી ક્રાંતિનો જન્મ થાય છે. આજે દરેક વ્યક્તિના પાસે મોબાઇલ છે. દરેક હાથમાં મોબાઇલ હોવાના કારણે દરેક વ્યક્તિ સોશિયલ મીડિયાના માધ્યમથી એક બીજા સાથે જોડાયેલો રહે છે. હાલ એક એવો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક ટીચર ગીત ગાઇને પોતાના બાળકોને ભણાવતો નજરે પડી રહ્યો છે. ટીચરની ભણાવવાની રીત જોઇને ખુદ કવિ કુમાર વિશ્વાસ અને બોલીવુડના મહાનાયક અભિતાભ બચ્ચને પણ આ શિક્ષકના દિવાના થઇ ગયા છે.

બિહારના એક ઇગ્લિશ ટીચરનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. તેમાં બાળકોને ABCD શિખવાડવા અને અંગ્રેજી અક્ષરોની સાથે આર્ટિકલ A-anનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે. આ શિખવાડવા માટે શિક્ષક ભોજપુરીમાં ગીત ગાઇને વિદ્યાર્થીઓને જણાવે છે. શિક્ષકે ગીત ગાઇને બાળકોને શિખવાડ્યું કે અંગ્રેજીમાં 26 અક્ષર હોય છે જેમાંથી A, E, I, O, U પાંચ Vowels હોય છે. જેની સાથે anનો ઉપયોગ હોય છે. આ પાંચ સિવાય બાકી 21 અક્ષર Consonants હોય છે જેની સાથે A નો ઉપયોગ થાય છે.