Video of police's fourth recovery along with knocking of tourists in Abu Road went viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આબુ જતા ગુજરાતના પર્યટકો સાવધાન, છાપી ચેકપોસ્ટ પર કેટલાક શખ્સોએ પોલીસની હાજરીમાં ઉઘરાવ્યા રૂપિયા

આબુ જતા ગુજરાતના પર્યટકો સાવધાન, છાપી ચેકપોસ્ટ પર કેટલાક શખ્સોએ પોલીસની હાજરીમાં ઉઘરાવ્યા રૂપિયા

 | 10:13 am IST
  • Share

આબુ જતા ગુજરાતના પર્યટકો સાવધાન થઈ જજો, નહીં તો મોટું નુકસાની વેઠવાનો વારો આવી શકે છે. આજે આબુ જતા ગુજરાતના પર્યટકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આબુ જતા રસ્તામાં આવતી છાપી ચેકપોસ્ટ પર કેટલાક શખ્સોએ ગેરકાયદેસર રીતે રૂપિયા ઉઘરાવ્યા હોવાની માહિતી મળી રહી છે.

અંબાજીથી 7 કિ.મી. દૂર છાપી ચેકપોસ્ટ આવેલી છે. ત્યાં હાઈવે પર લોકોને લૂંટવાનો કારસો રચવામાં આવી રહ્યો છે. આ ઘટનામાં પોલીસની હાજરીમાં કેટલાક શખ્સોએ રૂપિયા ઉઘરાવ્યા છે. સોશિયલ મીડિયામાં હાલ આ વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોની સંદેશ ન્યૂઝ પુષ્ટિ કરતું નથી.

આ વિશે મળતી માહિતી પ્રમાણે આબુરોડ પર ગુજરાત સરહદે આવેલી છાપી ચેકપોસ્ટ પર તૈનાત પોલીસકર્મીઓએ ગુજરાતી પર્યટકો સાથે ગેરકાયદેસર રીતે રૂપિયા ઉઘરાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સિરોહી પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. પરંતુ આ વીડિયોની પુષ્ટિ સંદેશ ન્યૂઝ કરતું નથી. વીડિયોમાં છાપી ચેકપોસ્ટ પર ગુજરાતના પર્યટકો પાસે રૂપિયા પડાવીને તેમને સરેઆમ લૂંટવામાં આવી રહ્યા છે. આ ગેરકાયદેસર ઘટનાનો વીડિયો વાયરલ થતા જ પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે.

એક બાજુ પોલીસ ગુનેગારોમાં પોતાના ભયની વાત કરે છે, ત્યારે બીજા બાજુ ગેરકાયદેસર રૂપિયા ઉઘરાવવાની ઘટના શું સૂચવે છે. જ્યારે સિરોહી પોલીસ અધિકારી પુજા અવાનાએ વીડિયો વાયરલ થતાં જ છાપી ચોકી પર તૈનાત કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને તેમની તપાસ ડેપ્યૂટીને સોંપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન