Video of Sardarji wearing Turban ongoing Bullet viral on social media
  • Home
  • Videos
  • Featured Videos
  • ચાલૂ બાઈકે સરદારજીએ કર્યુું એવું કારનામું કે વીડિયો જોઈ લોકો બોલ્યાં ‘પાજી તુસ્સી ગ્રેટ હો! ’

ચાલૂ બાઈકે સરદારજીએ કર્યુું એવું કારનામું કે વીડિયો જોઈ લોકો બોલ્યાં ‘પાજી તુસ્સી ગ્રેટ હો! ’

 | 4:40 pm IST

એક સરદારજી છે જેનો પાઘડી બાંધવાનો અંદાજ બધાને હેરાન કરી રહ્યો છે. લોકોએ ચાલુ બાઈકે ઘણા કારનામા કર્યા હશે પણ આ સરદારજીએ તો પાઘડી બાંધી લીધી. સોશિયલ મીડિયામાં હાલમાં આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ સરદારજી રોયલ ઈનફિલ્ડ મોટરસાઈકલ ચલાવીને પાઘડી બાંધી રહ્યો છે.

આ વીડિયો એક ટ્વીટર પેજ પર શેર કરવામાં આવ્યો છે. લાખો લોકો આ વીડિયો જોઈને હેરાન રહી ગયા છે અને કોમેન્ટ કરી રહ્યા છે કે સુપર સરદારજી.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક સરદારજી બૂલેટ બાઈક ચલાવી રહ્યા છે. પહેલા તે એક માણસના પૂતળાને પાઘડી બાંધતા જોવા મળી રહ્યા છે. પરંતુ ત્યારબાદ તે પોતાની પાઘડી પણ બાંધતા જોવા મળી રહ્યા છે. વીડિયોનાં અંતમા લોકો તાળી પાડતાં પણ જોવા મળી રહ્યા છે. તો જુઓ અહીં એ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન