Video of sister of female police officer goes viral, allegation of asking installments from poor People
  • Home
  • Ahmedabad
  • મહિલા પોલીસ કર્મચારીની બહેનનો વીડિયો વાયરલ, ગરીબો પાસે હપ્તા માંગવાનો આક્ષેપ

મહિલા પોલીસ કર્મચારીની બહેનનો વીડિયો વાયરલ, ગરીબો પાસે હપ્તા માંગવાનો આક્ષેપ

 | 4:49 pm IST

અમદાવાદ પોલીસ કોરોના મહામારીમાં ખુબ જ સારૂ કામ કરી છે અને લોકો પોતાની રીતે પોલીસનો આભાર પણ માની રહી છે પરંતુ ત્યા જ કેટલાક એવા લોકો પણ છે જે પોલીસમાં રહીને પોલીસની ઇજ્જત સરેઆમ ખરાબ કરી રહ્યા છે. કેટલાક પોલીસ કર્મચારીઓ શહેરની જનતાને પોતાની જાગીર સમજીને તેમને પરેશાન કરતા હોય છે તો ક્યારેક પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીના પરિવારજનો પણ લોકોમાં ધોંસ મારતા હોય છે અને સ્થાનિક લોકોને ડરાવતા હોય છે ત્યારે અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં મહિલા પોલીસના પરિવારની મહિલાઓ સ્થાનિક શાકભાજી, પાણીપુરી અને મજૂરો પાસે પૈસા ઉઘરાવી રહ્યા હોવાના વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તેઓ શાકભાજી, પાણીપુરી અને મજૂરો પાસે પૈસા ઉઘરાવે છે.

અમદાવાદના ઘોડાસરમાં એક મહિલા પોલીસ અને તેના પરિવારનો ત્રાસ સામે આવ્યો છે. આ મહિલા પોલીસ મણિનગરમાં ફરજ બજાવી રહ્યા છે. જેના લીધે તેના પરિવારના લોકો હપ્તા ઉઘરાવતા હોય તેવા આક્ષેપો કર્યા છે. ઘોડાસરના આસોપાલવ ફ્લેટમાં રહેતા આ મહિલાકર્મી અને તેની બહેનો સ્થાનિક શાકભાજી, પાણીપુરી અને મજૂરો પાસે પૈસા ઉઘરાવી રહ્યા હોવાના વીડિયો વાયરલ થયા હતા. આ લોકો સ્થાનિકો પાસેથી લારીદીઠ દરરોજ 50 રૂપિયા ઉઘરાવે છે. લોકડાઉનમાં મજૂરોને ખાવાના ફાંફા પડી ગયા છે ત્યારે દરરોજ તેમની કમાણીમાંથી આ હપ્તાખોરોને પૈસા આપીને કંટાળી ગયા છે. સ્થાનિકોએ ઉતારેલા આ વીડિયોમાં આ બંને બહેનો પૈસા ઉઘરાવતા અને લોકો સામે દાદાગીરી કરતા વીડિયો વાયરલ થયા છે.

એક બહેન પોલીસમાં હોવાથી બીજી રૂપિયા ઉઘરાવે છે તેઓ આક્ષેપ ફેરિયાઓ કરી રહ્યા છે અને પૈસા ન આપતા તેમને જેલમાં ધકેલવાની ધમકીઓ પણ આપે છે. ગરીબ લારીઓ વાળા પાસેથી દાદાગીરીનો આ હપ્તા રાજનો વીડિયો હાલમાં શહેરના વોટ્ટસ એપ ગ્રુપમાં ફરતો થયો છે, જેના કારણે હાલમાં તો આ વીડિયો શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદના બોપલમાં સ્કૂલ દ્વારા ફી મામલે દબાણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન