ક્રૂરતામાં આઈએસના આંતકીઓને પણ ટપી ગયા ઈરાકના સૈનિકો, વીડિયો જોઈ કાંપી ઉઠશો - Sandesh
NIFTY 10,767.65 -0.70  |  SENSEX 35,443.67 +-19.41  |  USD 67.5000 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • ક્રૂરતામાં આઈએસના આંતકીઓને પણ ટપી ગયા ઈરાકના સૈનિકો, વીડિયો જોઈ કાંપી ઉઠશો

ક્રૂરતામાં આઈએસના આંતકીઓને પણ ટપી ગયા ઈરાકના સૈનિકો, વીડિયો જોઈ કાંપી ઉઠશો

 | 2:31 pm IST


ઈરાકના મોસલુમાં ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ને ઈરાકી દળોએ કચડી નાખ્યા પછી જાહેરાત કરાઈ હતી કે મોસુલમાંથી આઈએસના સફાયો થઈ ગયો છે. અમેરિકાના ગઠબંધન સેનાના નેતૃત્વ હેઠળ ઈરાકી સેનાએ મોસુલની મુક્તિ માટે ઓક્ટોબર 2016માં કાર્યવાહીનો આરંભ કર્યો હતો. મહિનાઓ સુધી આ માટે ખેલાયેલા યુદ્ધમાં જીત થતાં ઈરાકી સૈનિકોનું મનોબળ આકાશને આંબે છે.

વિજ્યોત્સવ વચ્ચે એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં દર્શાવ્યા પ્રમાણે ઈરાકના સૈનિકો ઊંચા પર્વત પરથી કેટલાક લોકોને ગબડાવી રહ્યા હોવાનું દેખાય છે. આ લોકો ગબડતાં ગબડતાં નીચે પડે છે. તેઓ જીવતા હોય છે પરંતુ નીચે પડતાં જ સૈનિકો તેમની પર ગોળીઓ વરસાવે છે અને મોતને ઘાટ ઉતારે છે. આ વીડિયો સાચો છે કે નહીં તે અંગે હજુ સુધી જાણવા મળ્યું નથી.

વીડિયો અંગે ઉહાપોહ મચતાં ઈરાકની સરકારે તપાસનો આદેશ આપ્યો છે. નીચે ખીણમાં ફેંકવામાં આવતાં લોકો આઈએસના આતંકીઓ છે. વીડિયો મુજબ લોહીમાં લથપથ એક વ્યક્તિને ઈરાકના સૈનિકો ખીણની ધારે લઈ જાય છે અને તેને 30 ફૂટ નીચે ખીણમાં ફેંકી દે છે. નીચે અગાઉથી જ એક લાશ પડી હતી અને આ વ્યક્તિ પણ તેની પર જ પડે છે. ત્યારપછી ઉપર ઊભેલા સૈનિકો તેની પર ગોળીઓ વરસાવી મોતને ઘાટ ઉતારી દે છે. આ જ સ્થળે લોહીલુહાણ આતંકીઓ પણ દેખાય છે અને ઈરાકી સૈનિકો તેમની સાથે મારપીટ કરે છે.

;