- Home
- Videos
- Featured Videos
- આ યુવકે દુનિયાના તમામ બોલરોને બોલિંગનું નવું વર્ઝન આપ્યુ, Video Viral

આ યુવકે દુનિયાના તમામ બોલરોને બોલિંગનું નવું વર્ઝન આપ્યુ, Video Viral
હાલમાં સોશિયલ મીડિયા (Social Media) માં અજીબોગરીબ રીતે સ્પિન બોલિંગનો એક વીડિયો ખુબ જ વાયરલ (Viral Video) થઇ રહ્યો છે, જેને જોઇ તમે હસી-હસીને લોટપોટ થઇ જશો. વીડિયોમાં એક યુવકે ભરતનાટ્યમ સ્ટાઇલમાં સ્પિન બોલિંગ (Bharatanatyam Style Spin Bowling) કરી છે. આ મજેદાર વીડિયોને યુવરાજ સિંહે પોસ્ટ કર્યો છે. આ વીડિયોને ક્રિકેટના પ્રશંસકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. યુવી (Yuvraj Singh)એ આ વીડિયોમાં હરભજન સિંહ (Harbhajan Singh)ને પણ ટેગ કર્યો છે.
વીડિયોમાં સાફ જોઇ શકાય છે કે, યુવક બોલિંગ કરવા દોડે છે અને પછી ગોળ-ગોળ ફરવા લાગે છે. બેટ્સમેન પણ બોલરની આ હરકતને જોઇ દંગ રહી જાય છે. અને બેટ્સમેન પણ જેમતેમ કરીને શોટ મારવામાં સફળ થઇ જાય છે. પરંતુ આ અજીબોગરીબ રન-અપને જોઇ યુવરાજ સિંહ પણ આશ્ચર્યચકિત થઇ ગયો છે.
વીડિયો શેર કરતા યુવરાજ સિંહે કેપ્શનમાં લખ્યું,’ભરતનાટ્યમ સ્ટાઇલ ઓફ સ્પિન. શું કહો છો હરભજન સિંહ’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન