Video of two women singing the song of Justin Bieber goes viral
  • Home
  • Videos
  • Featured Videos
  • જસ્ટીન બીબરનું ગીત લઈને પ્રસ્તુત છે રાનૂ મંડલની માસીઓ, દેવીઓ-સજ્જનો દિલ થામકે બેઠીયે

જસ્ટીન બીબરનું ગીત લઈને પ્રસ્તુત છે રાનૂ મંડલની માસીઓ, દેવીઓ-સજ્જનો દિલ થામકે બેઠીયે

 | 5:31 pm IST

રાનૂ મંડલ એટલે ગુગલ અને ઈન્ટરનેટ પર સૌથી વધારે સર્ચ થતી મહિલા. લતાજીનું સોન્ગ ગાઈને રાનૂની કિસ્મત જ પલટો મારી ગઈ છે. ત્યારબાદ તેને ઘણા ગીતો મળ્યા અને સ્ટુડિયોનાં વીડિયો પણ અવારનવાર સામે આવતા રહ્યાં.

પરંતુ હવે સોશિયલ મીડિયામાં રોજ કંઈક અવનવા ટેલેન્ટ બહાર આવતા જોવા મળે છે અને એ જ રીતે એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે રાનૂ મંડલની જેમ જ એકદમ સુરીલા અવાજમાં આ બંન્ને મહિલાઓ જસ્ટીન બીબરનું સોન્ગ ગાઈ રહી છે. ગાવાની સાથે સાથે તે કંઈક વાજીત્રું પણ વગાડી રહી છે.

આ વીડિયો લાખો લોકો જોઈ ચૂક્યાં છે અને હજુ ખુબ શેર થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે હિમેશ રેશમિયાને કોઈ ઈન્ફોમ કરી દો કે રાનૂ મંડલની માસીઓ હવે માર્કેટમાં આવી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન