Video of Vaccine Center in Khargone district of MP goes viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • VIDEO: વેક્સિન લેવા માટે મહિલાઓએ અંદરોઅંદર બઘડાટી બોલાવી

VIDEO: વેક્સિન લેવા માટે મહિલાઓએ અંદરોઅંદર બઘડાટી બોલાવી

 | 9:03 pm IST
  • Share

આ ટેકનોલોજીના જમાનામાં તમે પણ સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટનો ઉપયોગ કરતા જ હશો. જેમાં દરરોજ અવનવા વીડિયો તમારી સામે આવતા હશે. આજે એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વેક્સિન લેવા માટે મહિલાઓ બાખડી રહી છે. આ વીડિયો મધ્યપ્રદેશના ખરગોન જિલ્લો છે. જેમાં કોવિડ રસીકરણને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો વેક્સિન માટે પડાપડી કરી રહ્યા છે. હાલમાં જ ખરગોનના કસરાવદ તાલુકાના એક ગામમાંથી વિચિત્ર બનાવ સામે આવ્યો છે. અહીં વેક્સિન લગાવાની બાબતમાં મહિલાઓ અંદરોઅંદર બઘડાટી બોલાવી હતી. જિલ્લાથી 40 કિમી દૂર આવેલા કસરાવદ તાલુકાના ખલબુજુર્ગ ગામનો આ વીડિયો છે. આ વીડિયોમાં આપ જોઈ શકો છો કે, વેક્સિન લેવા માટે મહિલાઓએ લાંબી લાઈનો લગાવી છે. આ દરમિયાન વેક્સિન લેવા માટે થઈને મહિલાઓ એકબીજા સાથે ઝપાઝપી પર ઉતરી આવી હતી. થોડી વારમાં તો આ ઝઘડો મારામારી પર ઉતરી આવ્યો હતો. મહિલાઓ એકબીજાના વાળ ખેંચતી પણ દેખાઈ હતી. એક મહિલાના વાળ તો એટલી હદે ખેંચ્યા કે, તે દૂર જઈને ધડામ દઈને પડી હતી

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો