video of vaishali panchayat given order to lady to beat man with sandals
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: પડોશણ ગમી ગઈ તો ઘરમાં ઘુસીને કરી ખરાબ હરકત, જાહેરમાં ચપ્પલે ચપ્પલે ધીબેડી નાખ્યો

VIDEO: પડોશણ ગમી ગઈ તો ઘરમાં ઘુસીને કરી ખરાબ હરકત, જાહેરમાં ચપ્પલે ચપ્પલે ધીબેડી નાખ્યો

 | 1:48 pm IST

જ્યારે એક યુવકનું દિલ પડોશમાં રહેતી યુવતી પર આવી ગયું તો યુવતીના ઘરે જઈને તેની સાથે ખરાબ હરકતો કરવા લાગ્યો. જેથી મહિલા જોર જોરથી અવાજ કરવા લાગી. અવાજ સાંભળીને લોકોએ યુવકને પકડી લીધો અને જોરદાર માર માર્યો. એટલું જ નહીં પછીથી એ બાબતે આખી પંચાયત બેઠી હતી. જેમાં પંચાયતે તુગલકી હુકમ કર્યો કે જેમાં મહિલાએ યુવકને સેન્ડલ વડે ઝાટકી નાખ્યો હતો.

આ ઘટના વૈશાલી જિલ્લાના દેસરી પોલીસ સ્ટેશનના મુરૌવતપુરની છે કે જ્યાં પંચાયતના તાલિબાની હુકમ હેઠળ યુવકને સજા આપવામાં આવી હોવાનો વીડિયો હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ સંદર્ભે પોલીસે તપાસ અને કાર્યવાહીની ખાતરી આપી છે. વાયરલ વીડિયોમાં એક મહિલા એક યુવકને ચપ્પલ વડે માર મારતી જોવા મળી રહી છે. સાથે સાથે જ યુવકને મહિલા ખરી ખોટી પણ સંભળાવે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરી પંચાયતમાં મુરૌવતપુરમાં રહેતા યોગેન્દ્ર રાયના પુત્ર પ્રમોદ રાયની પાડોશી મહિલા ચપ્પલ વડે ધોલાઈ કરી રહી છે. વાયરલ થયેલા વીડિયો મુજબ યોગેન્દ્ર રાયને આ પંચાયતમાં 21,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તેના પરિવારને સમાજથી અલગ રાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. તો જુઓ આ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન