આ કેવો છે સંબંધ ?  મહિલા હોમગાર્ડ પાસે અધિકારી કરાવે છે મસાજ - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • આ કેવો છે સંબંધ ?  મહિલા હોમગાર્ડ પાસે અધિકારી કરાવે છે મસાજ

આ કેવો છે સંબંધ ?  મહિલા હોમગાર્ડ પાસે અધિકારી કરાવે છે મસાજ

 | 2:12 pm IST

તેગંલણા પોલીસ અધિકારીનો શરમજનક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં પોલીસ અધિકારીની પીઠ પર મહિલા હોમગાર્ડ મસાજ કરતાં હોવાનું સ્પષ્ટ દેખાય છે. તેલંગણાના જોગુલામ્બા ગડવાલ જિલ્લાનો આ વીડિયો હોવાનું કહેવાય છે.

વીડિયોમાં ખાકી રંગની સાડીમાં દેખાય છે. આ મહિલા હોમગાર્ડ છે અને પોલીસ અધિકારીની પીઠ પર મસાજ કરે છે. આ મહિલા પોલીસ અધિકારીના તાબા હેઠળ હોવાનું પણ કહેવાય છે. થોડા મહિના અગાઉ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં પણ આવી જ ઘટના બની હતી. આ ઘટનામાં લેડી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મહિલા હોમગાર્ડે તેમના સિનિયર પર આંચકાજનક આરોપ લગાવ્યા હતાં.