વહુએ સાસુ પર એવો ગુજાર્યો અત્યાચાર, વીડિયોને જોઇને તમે વરસાવસો ફિટકાર - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • વહુએ સાસુ પર એવો ગુજાર્યો અત્યાચાર, વીડિયોને જોઇને તમે વરસાવસો ફિટકાર

વહુએ સાસુ પર એવો ગુજાર્યો અત્યાચાર, વીડિયોને જોઇને તમે વરસાવસો ફિટકાર

 | 3:50 pm IST

ઓડિશામાં એક વહુએ તેમના વૃદ્ધ સાસુને ધસડીને ઘરની બહાર કાઢી મુક્યા. તેમનો આ અત્યાચારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો બાદમાં પોલીસ હરકતમાં આવી અને આ મહિલાની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ ઘટના ઓડિશાના બરગઢ જિલ્લાના તાલપાલી ગામની છે. આ વાયરલ વીડિયોમાં સાફ જોવા મળે છે કે આ મહિલા કેટલી ક્રુરતા સાથે તેમની સાસુ પર અત્યાચાર કરે છે.

આ ઘટના બની રહી હતી ત્યારે કોઇએ મોબાઇલમાં આ સમગ્ર ઘટનાને કેદ કરી હતી. અને બાદમાં જોતજોતામાં સમગ્ર રાજ્યમાં આ વીડિયો વાયરલ થઇ ગયો હતો. અને સ્થાનિક રહેવાસીઓએ આ મહિલાને ઓળખી કાઢી હતી. તો પોલીસે પણ ત્વરીત કાર્યવાહી કરીને મહિલાની ધરપકડ કરી લીધી હતી.