Video: One Eyed Calf IS Worshiped As God In West Bengal at India
  • Home
  • Featured
  • એક આંખવાળી ગાયને લોકો ભગવાન માની બેઠા…કરી રહ્યાં છે કંઇક આવુ, Video આવ્યો સામે

એક આંખવાળી ગાયને લોકો ભગવાન માની બેઠા…કરી રહ્યાં છે કંઇક આવુ, Video આવ્યો સામે

 | 7:44 am IST

એક આંખ વાળી ગાયના વાછરડાની પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લામાં પૂજા થઇ રહી છે. સ્થાનિક લોકોનું માનવું છે કે આ ભગવાનનું રૂપ છે, જે તેમના જિલ્લામાં જન્મયું છે. આથી આ ગાયના વાછરડાની ગામવાળા દિવસ-રાત પૂજા કરી રહ્યાં છે. એટલું જ નહીં આ ગાયને બાળકોની જેમ એક આંખ તો નથી જ પરંતુ થૂથ (Muzzle)પણ નથી. તેના લીધે આ ગાયની જીભ બહાર નીકળી ગઇ છે.

આ ગાયના માલિકનું કહેવું છે જ્યારે આ વાછરડાનો તેમના ઘરમાં જન્મ થયો છે, ત્યારથી દરરોજ લોકો દર્શન કરવા આવી રહ્યા છે. લોકો તેને ભગવાનનો ચમત્કાર માની પૂજા કરી રહ્યાં છે.

જો વિજ્ઞાનનું માનીએ તો આ વાછરડાંને સાઇક્લોપિયા છે. જે એક રેયર ડિસોર્ડર છે. આવી બીમારી માત્ર પ્રાણીઓમાં જ નહીં પરંતુ માણસજાતમાં પણ હોય છે. તેમાં માતાના ગર્ભમાં બાળકની આંખ અને મોંના કેટલાંક ભાગનો સંપૂર્ણપણે વિકાસ થતો નથી. આ પરિસ્થિતિની સાથે જન્મનાર બાળકમાં શ્વાસ લેવાની અને મજગ સાથે જોડાયેલી કેટલીક મુશ્કેલીઓ થાય છે. એવામાં બાળક લાંબા સમય સુધી જીવી શકતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.