Video : Pakistani cricket fan singing indian national anthem
  • Home
  • Videos
  • Featured Videos
  • એશિયા કપમાં આ પાકિસ્તાની યુવકે ભારત માટે કર્યું કંઈક એવું કે લોકો થઈ ગયાં ફીદા

એશિયા કપમાં આ પાકિસ્તાની યુવકે ભારત માટે કર્યું કંઈક એવું કે લોકો થઈ ગયાં ફીદા

 | 10:28 am IST

ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચનો રોમાંચ જ કઈંક અનેરો હોય છે. બુધવારે એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ પણ અપવાદ નહોતી રહી. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બંને દેશોના સમર્થકો ખીચોખીચ ભરેલા હતાં. મેચ પહેકા બંને દેશોના રાષ્ટ્રગીત ગાવામાં આવ્યાં. આમ તો બંને દેશોના લોકોમાં કડવાશ એટલી હદે છે કે, એકબીજાના રાષ્ટ્રગીત ગાતા પણ નથી. પરંતુ આ વખતે નજારો કંઈક ઓર જ હતો. જ્યારે ભારતનું રાષ્ટ્રગીત વાગતું હતું ત્યારે પાકિસ્તાની યુવક પોતાની જગ્યા પરથી ઉભો થઈ માન આપે છે. એટલું જ નહીં તે જન ગન મન ગાય પણ છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાતા યુવકની ચારેકોર પ્રશંસા થઈ રહી છે. ભારતનું રાષ્ટ્રગીત ગાનારા આ વ્યક્તિનું નામ આદિલ તાજ હોવાનું જાણવા મળ્યું છે.