Video: PM Modi's mother Heeraben Modi greets media outside in Gandhinagar
  • Home
  • Featured
  • દીકરા નરેન્દ્રની જીત દેખાતા માતા હીરા બા હરખાયા , Video આવ્યો સામે

દીકરા નરેન્દ્રની જીત દેખાતા માતા હીરા બા હરખાયા , Video આવ્યો સામે

 | 11:45 am IST

સાત તબક્કામાં યોજાયેલ લોકસભા ચૂંટણી 2019ની મતગણતરી ચાલુ છે. સવારે 11 વાગ્યા સુધીમાં દેશભરની તમામ 542 સીટોના રૂઝાન આવી ગયા છે. તેમાં ભાજપને +341, કોંગ્રેસને +83 અને અન્ય 118 સીટો પર આગળ હતા. શરૂઆતના રૂઝાનથી ભાજપે દેશભરમાં આગળ છે. જ્યારે કોંગ્રેસ પાછળ ચાલી રહ્યા છે. ભાજપને દેશભરમાંથી ખાસ્સો જોશ મળતો દેખાયો છે. ત્યારે દીકરાને જીતતો જોઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા ખૂબ જ ખુશ છે.

લોકસભા ચૂંટણી 2019ના પરિણામોમાં NDAને બઢત મળતી દેખાતા જ દેશભરમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. મોદી સરકાર ફરી એકવખત જબરદસ્ત રીતે સત્તામાં વાપસી કરતી દેખાઇ રહી છે. માતા હીરા બા દીકરા નરેન્દ્ર મોદીની ખુશીમાં સામેલ થયા અને મીડિયા સામે આવી લોકોનું અભિવાદન ઝીલ્યું. ગાંધીનગરના રાયસણ ખાતે રહેતા પીએમ મોદીના માતા હીરા બાના ચહેરા પર પણ ખુશી જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન