બોલિવૂડની આ ખુબસૂરત અભિનેત્રી 12 કિમી સાયકલ લઈને ફિલ્મ શેટ પર પહોંચી, જુઓ VIDEO
January 13, 2021 | 9:41 pm IST
કોરોના કાળે લોકોને હેલ્થને લઈ જાગૃત કર્યાં છે. તો બોલિવૂડમાં પણ હવે કોરોના કાળ બાદ નવો જ ચીલો જોવા મળી રહ્યો છે. બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) સાયકલ લઈને ફિલ્મ સેટ પર શૂટિંગ માટે પહોંચી હતી. તેણે વીડિયો શેર કરીને લખ્યું કે, હું બસ એ કહેવા માગું છું કે સેટ પર જવા માટે સાયકલિંગ. ટાઈમ મેનેજમેન્ટ. 12 કિમી. હાલ રકુલ પ્રીત સિંહ ફિલ્મ ‘મેડે’નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અજય દેવગણ અને અંગિરા ધર પણ છે. ફિલ્મ 29 એપ્રિલના રોજ રિલીઝ થવાની આશા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન