રિક્ષા ચાલકની માનવતા સાંભળીને તમારી આંખો પણ થઇ જશે ભીની, જુઓ વીડિયો - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • રિક્ષા ચાલકની માનવતા સાંભળીને તમારી આંખો પણ થઇ જશે ભીની, જુઓ વીડિયો

રિક્ષા ચાલકની માનવતા સાંભળીને તમારી આંખો પણ થઇ જશે ભીની, જુઓ વીડિયો

 | 2:25 pm IST

અમદાવાદમાં એક રિક્ષા ચાલકની માનવતા જોઇ તમે પણ દંગ રહી જશો. કારંજની પટવા શેરીમાં રહેતા આલમ ખાન સવારે રિક્ષા લઇને ઘરેથી નીકળ્યા હતાં. તે દમિયાન બે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને રિક્ષામાં બેસાડ્યાં હતાં. ત્યારે આ મુસાફરને ઘી કાટાં કોર્ટ ખાતે ઉતારીને ભાડૂ લઇને નીકળી ગયાં. પછી તેમની નજર મુસાફરની બેગ પર પડી હતી અને રિક્ષા ચાલક બેગ પરત આપવા ઘી કાટાં કોર્ટ પહોચ્યાં હતાં. પાંચ કલાક સુધી તે મુસાફરને શોધવાનો રિક્ષા ચાલકે પ્રયાસ કર્યો, પરંતુ તે પરિવાર ન મળતા અંતે જ્યાંથી મુસાફરોને બસેડ્યાં હતાં ત્યાં જઇને ઉભા રહ્યાં અને થોડા સમય પછી તે મુસાફરને બેગ પરત આપી.