Video : Robbers Loot LED Tvs From Godown in Bihar
  • Home
  • Featured
  • ગોડાઉનમાંથી એક સાથે 250 LED ટીવી થઇ ગયા છૂમંતર! Video જોઇ લાગશે ધ્રાસકો

ગોડાઉનમાંથી એક સાથે 250 LED ટીવી થઇ ગયા છૂમંતર! Video જોઇ લાગશે ધ્રાસકો

 | 12:12 pm IST

બિહારમાં પોલીસ પ્રશાસન ગમે તેટલી ગુનેગારો પર લગામ લગાવાની કોશિષ કરે પરંતુ ગુનાઓની ઘટનાઓ વધતી જ રહી છે. પટનાના મેહદીગંજ વિસ્તારમાં એક ટીવીના ગોડાઉનમાંથી 50 લાખ રૂપિયાના ટીવીની ચોરી થઇ ગઇ.

સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે ત્રણ ચોર કંઇ રીતે એક-એક કરીને એલઇડી ટીવી લઇ ગોડાઉનમાંથી નીકળી રહ્યા છે. ફેસ્ટીવ સીઝન શરૂ થઇ ચૂકી છે અને એવામાં ધનતેરસ પર ઇલેક્ટ્રોનિક વસ્તુઓનું વચાણ વધુ થાય છે આથી ગોડાઉનમાં ટીવીનો સ્ટોક હતો. ચોરોએ પહેલાં ગાર્ડ અને ડ્રાઇવરને બંધ બનાવી દીધો અને અંદાજે 50 લાખના ટીવી લૂંટી લીધા. ચોરોએ અંદાજે 250 ટીવી, 35000 રૂપિયા અને ચાંદીના સિક્કા કાઢી દીધા. આ

20મી ઑક્ટોબરની આ ઘટનાનો વીડિયો વાયુવેગે વાયરલ થયો છે પરંતુ પોલીસને સફળતા મળી નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન