video shows that you can build a strong bond with an animal
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: છાતિના પાટિયા બેસી જશે! આ શખ્સને સિંહ ફાડી ખાય એ પહેલા જ ધાર્યા બહારના સીન થયાં!

VIDEO: છાતિના પાટિયા બેસી જશે! આ શખ્સને સિંહ ફાડી ખાય એ પહેલા જ ધાર્યા બહારના સીન થયાં!

 | 5:31 pm IST

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો શરૂઆતમાં એકદમ ડરામણો લાગે છે અને પછી સાધારણ. એક માણસ વૃક્ષ નીચે બેઠો હોય છે અને પાછળથી સિંહ આવતો દેખાય છે. પહેલા તો એવું જ લાગે કે સિંહ આ શખ્સને ફાડી ખાશે. પરંતુ તે નજીક આવીને ગળે લગાડે છે અને પછી જતો રહે છે. ટૂંકમા આ પાલતુ સિંહ હતો. વીડિયો લોકોને એવો પસંદ પડ્યો કે 5 લાખથી પણ વધૂ લોકોએ ધડાધડ વીડિયો જોઈ નાખ્યો અને હજુ પણ અલગ અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે.

લગભલ 20 સેકન્ડનો વીડિયો ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે અને તેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, આ વીડિયોએ મારો દિવસ સુધારી દીધો. હવે આ વીડિયો પર અવનવી કોમેન્ટ પણ આવી છે. કોઈએ લખ્યું કે મારુ તો હૃદય જ બેસાડી દીધું હતું. તો જુઓ અહીં એ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન